વ્યક્તિએ વીર દાસને ઈ-મેઇલ દ્વારા આ વાતની માહિતી આપી છે
વીર દાસ
વીર દાસના એક જબરા ફૅને આઠ વર્ષ અગાઉ જ તેના દીકરાનું નામ વીર દાસ રાખ્યું છે. સાથે જ તેનું એમ પણ કહેવું છે કે તેના દીકરાને કૉમેડિયન બનવું છે. એ વ્યક્તિએ વીર દાસને ઈ-મેઇલ દ્વારા આ વાતની માહિતી આપી છે. એ ઈ-મેઇલનો સ્ક્રીનશૉટ ઇન્સ્ટાગ્રામ પર વીર દાસે શૅર કર્યો છે. એમાં લખવામાં આવ્યું છે ‘સબ્જેક્ટ : મેં મારા દીકરાનું નામ તારા નામ પરથી રાખ્યું છે.
હું તને જણાવવા માગું છું કે મેં મારા દીકરાનું નામ આઠ વર્ષ અગાઉ તારા નામ પરથી રાખ્યું છે. એટલા માટે નહીં કે અમને તારી કૉમેડી ગમે છે, પરંતુ ન્યુમરોલૉજી પ્રમાણે તારા નામનો અર્થ થાય છે કે કલ્પના કરતાં પણ અતિશય સફળતા મળવાની ક્ષમતા. તારા નામની સામે તો આકાશ પણ નાનું લાગે. લાઇફમાં બધી બાબતો માટે તને શુભકામના. તું અમારા દિલની ખૂબ નજીક છે. મજેદાર વાત એ છે કે મારા દીકરાને કૉમેડિયન બનવું છે. તેને તો એ પણ નથી જાણ કે તેનું નામ તારા નામ પરથી રાખવામાં આવ્યું છે. તને ભરપૂર પ્રેમ અને શુભેચ્છાઓ.’

