મલાઇકા અને અર્જુન કપૂરનું રિલેશન તો જગજાહેર છે
અરબાઝ ખાન અને મલાઇકા અરોરા
અરબાઝ ખાન સાથે ડિવૉર્સ લીધા બાદ તેની સાથે રિલેશન હજી પણ સારા છે એવું મલાઇકા અરોરાનું કહેવું છે. તેમને અરહાન ખાન નામનો દીકરો છે. અરબાઝ અને મલાઇકાએ ડિવૉર્સ બાદ લાઇફમાં મૂવ-ઑન કરી લીધું છે. મલાઇકા અને અર્જુન કપૂરનું રિલેશન તો જગજાહેર છે. ટૂંક સમયમાં બન્ને લગ્ન કરી લે એવી શક્યતા પણ છે. ડિવૉર્સ બાદની લાઇફ અને અરબાઝ સાથેના રિલેશન વિશે મલાઇકાએ કહ્યું કે ‘મેં મારો નિર્ણય જાતે લીધો છે અને મારી જાતને પહેલાં પ્રાથમિકતા આપી છે. મારા દીકરા સાથે મારા સંબંધો પણ સારા છે. તે પણ જુએ છે કે હું વધુ ખુશ છું. મારા એક્સ-હસબન્ડ સાથે પણ મારા રિલેશન સારા છે. આ નિર્ણય લેવાની પણ મને ખુશી છે. મારી જાત માટે હું ઊભી રહી. એથી મહિલાઓ, તમારે પણ ડરવાની જરૂર નથી. તમારા દિલની વાત સાંભળો. જીવન સરળ નથી. તમે દરેકને ખુશ ન રાખી શકો.’


