Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ડાન્સ સે નહીં, ડાયલૉગ સે ડર લગતા હૈ: મલાઇકા

ડાન્સ સે નહીં, ડાયલૉગ સે ડર લગતા હૈ: મલાઇકા

07 December, 2022 06:49 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મલાઇકા અરોરાનું કહેવું છે કે તેને ડાયલૉગથી હંમેશાં ડર લાગે છે. તેણે હિન્દી ફિલ્મોમાં ઘણા યાદગાર ડાન્સ નંબર આપ્યા છે.

મલાઈકા અરોરા

મલાઈકા અરોરા


મલાઇકા અરોરાનું કહેવું છે કે તેને ડાયલૉગથી હંમેશાં ડર લાગે છે. તેણે હિન્દી ફિલ્મોમાં ઘણા યાદગાર ડાન્સ નંબર આપ્યા છે. તેણે છેલ્લે આયુષમાન ખુરાનાની હાલમાં જ રિલીઝ થયેલી ‘ઍન ઍક્શન​ હીરો’માં ડાન્સ કર્યો હતો. તે હાલમાં તેના નવા શો ‘મૂવિંગ ઇન વિથ મલાઇકા’માં જોવા મળી રહી છે. આ શોના પહેલા એપિસોડમાં તે તેની તાકાત, નબળાઈ અને ડર વિશે વાત કરી રહી છે. તેની મૅનેજર એકતાએ તેને સવાલ કર્યો હતો કે ઍક્ટિંગનો ડર હોવાથી તે ​સ્ક્રિપ્ટને ના પાડી રહી છે? આ વિશે વાત કરતાં મલાઇકાએ કહ્યું હતું કે ‘હું એનાથી દૂર નથી રહેતી, પરંતુ હું એ વિશે ચોક્કસ નિર્ણય નથી લઈ શકી. સાચું કહું તો ઍક્ટિંગનો ડર નથી, પરંતુ ડાયલૉગ બોલવામાં હું કમ્ફર્ટેબલ નથી. લોકોની સામે ઊભા રહીને ઇમોશન્સની સાથે ડાયલૉગ બોલવાથી હું હંમેશાંથી દૂર રહી છું. હું થોડી નર્વસ થઈ જાઉં છું. આથી જ કદાચ હું એનાથી દૂર રહું છું. વર્ષોથી મારી પાસે ઘણી સ્ક્રિપ્ટ આવી છે અને મેં એ વાંચી પણ છે, પરંતુ હું હંમેશાંથી એનાથી દૂર રહી છું. સ્કૂલમાં પણ મારે જાહેરમાં કંઈ બોલવાનું આવતું ત્યારે મને ડર લાગતો હતો. જો મારે કંઈ નવું શીખવાનું હોય તો પણ હું ખાઈ નહોતી શકતી, સૂઈ નહોતી શકતી અથવા તો કંઈ પણ કરી નહોતી શકતી. આથી મારો ડર હંમેશાંથી જ રહ્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

07 December, 2022 06:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK