તે જીવનના મહત્ત્વના વળાંકોની યાદગીરી તરીકે શરીર પર ટૅટૂ કરાવતી હોય છે
મલાઇકાએ આ ટૅટૂ અર્જૂન કપૂર સાથેના બ્રેકઅપ પછી બનાવડાવ્યું છે
હાલમાં એક જાહેર ફંક્શનમાં મલાઇકા અરોરાના નવા ટૅટૂએ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. મલાઇકાએ આ ટૅટૂ અર્જૂન કપૂર સાથેના બ્રેકઅપ પછી બનાવડાવ્યું છે.
આ ટૅટૂ વિશે વાત કરતાં મલાઇકાએ કહ્યું, ‘મારું આ ટૅટૂ ગહન અર્થ ધરાવે છે. મેં માત્ર કરાવવા માટે નથી કરાવ્યું પણ મેં મારા જિંદગીના એક મહત્ત્વના વળાંક પર એ કરાવવાનો નિર્ણય લીધો હતો. મારા માટે ૨૦૨૪ના વર્ષમાં ‘સબર’ અને ‘શુકર’નું ખાસ મહત્ત્વ હતું અને એટલે જ મેં આ શબ્દનું ટૅટૂ કરાવ્યું છે. આ શબ્દોએ મને આજે હું જે જગ્યાએ છું એ જગ્યાએ પહોંચવાની પ્રેરણા આપી છે. હું ગયા વર્ષે જે જગ્યાએ હતી એ જગ્યા કરતાં ઘણી આગળ વધી ચૂકી છું.’
ADVERTISEMENT
સામાન્ય રીતે મલાઇકા જીવનના મહત્ત્વના વળાંકોની યાદગીરી તરીકે શરીર પર ટૅટૂ કરાવતી હોય છે. મલાઇકાએ જણાવ્યું હતું કે તેણે આ પહેલાં આઠ વર્ષ પૂર્વે જ્યારે અરબાઝ ખાન સાથે ડિવૉર્સ લીધા હતા ત્યારે ત્રણ ઊડતાં પંખીઓનું ટૅટૂ બનાવડાવીને નવા આઝાદ જીવનની શરૂઆત કરી હતી.


