બ્રેકઅપ બાદ એકમેકની સામે જોવાનું પણ ટાળ્યું મલાઇકા-અર્જુને
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
અર્જુન કપૂર અને મલાઇકા અરોરાના બ્રેકઅપની ચર્ચા વચ્ચે બન્નેએ એકમેક સામે જોવાનું પણ ટાળ્યુ હતું. એક ફૅશન-શોમાં તેઓ અલગ-અલગ જગ્યાએ બેઠાં હતાં. તેમના બ્રેકઅપની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. હવે એક ફૅશન-ઇવેન્ટમાં તેઓ અલગ જગ્યાએ બેઠાં હતાં એથી તેમનું આવું વર્તન પણ ચર્ચાનો વિષય બન્યો છે. એટલે તેમનું બ્રેકઅપ થયું હોય એ કન્ફર્મ લાગી રહ્યું છે. બન્નેએ પરસ્પર સમજૂતીથી અલગ થવાનો ફેંસલો કરી લીધો હતો. જોકે તેમણે એ વિશે ચોખવટ નથી કરી.
આ ઇવેન્ટ બાદ એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે જેમાં લોકોની ભીડ વચ્ચે અર્જુન મલાઇકાને પ્રોટેક્ટ કરતો દેખાયો હતો. એમાં દેખાય છે કે લોકો અર્જુન સાથે સેલ્ફી લેવા માટે આગળ આવે છે અને એ વખતે તે મલાઇકાની કાળજી લેતો પણ જોવા મળ્યો હતો.


