ડિઝની + હૉટસ્ટાર પર આવી રહેલા કરણ જોહરના નવા શોમાં ઇમરાન હાશ્મી અને મહિમા, મૌની રૉય, રાજીવ ખંડેલવાલ, શ્રિયા સરન, વિશાલ વશિષ્ઠ, નીરજ માધવ, વિજય રાઝ અને નસીરુદ્દીન શાહ જોવા મળશે.
મહિમા મકવાણા
મહિમા મકવાણા કહે છે કે ‘શોટાઇમ’ના સેટ પર દરેક દિવસે નવી ચૅલેન્જિસ થતી હતી. ડિઝની + હૉટસ્ટાર પર આવી રહેલા કરણ જોહરના નવા શોમાં ઇમરાન હાશ્મી અને મહિમા, મૌની રૉય, રાજીવ ખંડેલવાલ, શ્રિયા સરન, વિશાલ વશિષ્ઠ, નીરજ માધવ, વિજય રાઝ અને નસીરુદ્દીન શાહ જોવા મળશે. આ શોને મિહિર દેસાઈ અને અર્ચિત કુમાર દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યો છે. આ વિશે વાત કરતાં મહિમા મકવાણાએ કહ્યું કે ‘સાચું કહું તો સેટ પર દરેક દિવસે નવી ચૅલેન્જ હતી. અમે શોને લઈને લિનિયર અપ્રોચ નહોતો રાખ્યો. હું જ્યારે સેટ પર આવી ત્યારે અમે પહેલા દિવસે અન્ય એપિસોડના સ્નિપેટને શૂટ કર્યો હતો. મને પહેલા દિવસે જાણે કૉર્નર કરી દેવામાં આવી હોય એવું લાગ્યું હતું જે રીતે શોમાં માહિકાને કરવામાં આવે છે. મને લાગ્યું હતું કે શોનું શૂટિંગ ધીમું કરવામાં આવશે, પરંતુ એવું નહોતું. શોમાં મહત્ત્વનું પાત્ર હોવાથી એક જવાબદારી હોય છે. આથી સેટ પર દરરોજ એક ચૅલેન્જ રહેતી હતી. અમે રોજનાં સાત દૃશ્ય શૂટ કરતાં હતાં અને હું દરેક દૃશ્યમાં હતી. મને મારા રોલની તૈયારી કરવા માટે પણ પૂરતો સમય નહોતો મળતો.’

