Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મહેશ માંજરેકર વિરુદ્ધ POCSO ઍક્ટ હેઠળ કેસ દાખલ

મહેશ માંજરેકર વિરુદ્ધ POCSO ઍક્ટ હેઠળ કેસ દાખલ

Published : 25 February, 2022 02:25 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મરાઠી ફિલ્મમાં બાળકોને વાંધાજનક સ્થિતિમાં દેખાડવા બદલ કરવામાં આવી ફરિયાદ

મહેશ માંજરેકર

મહેશ માંજરેકર


મહેશ માંજરેકરે તેની આગામી મરાઠી ફિલ્મ ‘નાય વરણ ભાત લોણચા કોણ નાય કોણચા’માં બાળકોને અનિચ્છનીય સ્થિતિમાં દેખાડ્યાં હોવાથી તેની વિરુદ્ધ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મહેશ માંજરેકરની સાથે પ્રોડ્યુસર્સ નરેન્દ્ર, શ્રેયાંસ હિરાવત અને એન. એચ. સ્ટુડિયોઝ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરી છે. એનજીઓ ભારતીય સ્ત્રીશક્તિ, સીમા દેશપાંડેએ પણ ભારતીય દંડસંહિતા સેક્શન ૨૯૨, ૩૪, POCSO ઍક્ટની સેક્શન ૧૪ અને IT ઍક્ટના સેક્શન ૬૭, ૬૭B અંતર્ગત વિવિધ ફરિયાદો કરવામાં આવી છે. સીમા દેશપાંડેએ આરોપ મૂક્યો છે કે ફિલ્મમાં સેક્સ્યુઅલ પ્રવૃત્તિઓમાં બાળકોને આવરી લેવામાં આવ્યાં છે. સાથે હિંસા અને વલ્ગર ડાયલૉગ્સ પણ બાળકોને આપવામાં આવ્યા છે. મહેશ માંજરેકરે આ અગાઉ કહ્યું હતું કે ફિલ્મને સેન્સર બોર્ડે સર્ટિફિકેટ આપી દીધું છે. જોકે એ તમામ પ્રકારની તપાસમાં સહકાર આપવા તૈયાર છે અને આ કેસ પર તેનો વકીલ જવાબ આપશે.


Whatsapp-channel Whatsapp-channel

25 February, 2022 02:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK