માધુરી દીક્ષિતે પોતાના પતિ ડૉ. શ્રીરામ નેને સાથેની કેટલીક સુંદર તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરીને ચાહકોનું દિલ જીતી લીધું છે
માધુરી દીક્ષિત પોતાના પતિ ડૉ. શ્રીરામ નેને સાથે
માધુરી દીક્ષિતે પોતાના પતિ ડૉ. શ્રીરામ નેને સાથેની કેટલીક સુંદર તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરીને ચાહકોનું દિલ જીતી લીધું છે. આ તસવીરો સાથે તેણે પોતાના પતિ માટે પ્રેમભર્યો સંદેશ લખતાં કહ્યું છે, ‘કેટલીક ક્ષણો જેની સાથે ગાળવામાં આવે છે એ વ્યક્તિને કારણે ખાસ બની જાય છે.’ માધુરીએ આ તસવીરો બોની કપૂરની પુત્રી અંશુલા કપૂરના વેડિંગ-રિસેપ્શન દરમ્યાન ક્લિક કરાવી હતી જેને હવે તેણે સોશ્યલ મીડિયામાં શૅર કરી છે. આ તસવીરોમાં માધુરી સુંદર ગુલાબી રંગની સાડીમાં ખૂબ જ આકર્ષક લાગી રહી છે, જ્યારે ડૉ. શ્રીરામ નેને બ્લૅક સૂટમાં હેન્ડસમ દેખાઈ
રહ્યા છે.
