Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મધુબાલાની બાયોપિક માટે હવે શર્વરી વાઘનું નામ ચર્ચામાં

મધુબાલાની બાયોપિક માટે હવે શર્વરી વાઘનું નામ ચર્ચામાં

Published : 17 April, 2026 10:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સારા અર્જુન, કલ્યાણી પ્રિયદર્શન, સાઈ પલ્લવી, અનીત પડ્ડા પછી શર્વરી વાઘનું નામ ચર્ચામાં

શર્વરી વાઘ

શર્વરી વાઘ


બૉલીવુડની દિગ્ગજ અભિનેત્રી મધુબાલાની બાયોપિક છેલ્લા કેટલાક સમયથી સૌથી વધુ ચર્ચામાં રહેલા પ્રોજેક્ટ્સમાંની એક બની ગઈ છે. આ ફિલ્મમાં કોણ લીડ રોલ ભજવશે એ અંગે સતત અટકળો ચાલી રહી છે. તાજેતરના રિપોર્ટ્‌સ મુજબ હવે શર્વરી વાઘ બાયોપિકમાં લીડ રોલ માટેના દાવેદારોમાં સામેલ થઈ ગઈ છે. જોકે નિર્માતાઓ તરફથી હજુ સુધી કોઈના નામની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

શર્વરી પહેલાં પણ અનેક અભિનેત્રીઓનાં નામ આ પ્રોજેક્ટ સાથે જોડાયાં હતાં જેમાં સારા અર્જુન, કલ્યાણી પ્રિયદર્શન, સાઈ પલ્લવી અને અનીત પડ્ડાનો સમાવેશ થાય છે. આમાંથી અનીત પડ્ડાને પણ આ રોલ માટે મજબૂત દાવેદાર માનવામાં આવી રહી હતી.



આ ફિલ્મનું ડિરેક્શન ‘ડાર્લિંગ્સ’ જેવી ફિલ્મને ડિરેક્ટ કરનાર જસ્મીત કે. રીન કરશે અને આવનારા મહિનાઓમાં ફિલ્મની કાસ્ટિંગ અંગે વધુ વિગતો જાહેર થવાની શક્યતા છે.


Whatsapp-channel Whatsapp-channel

17 April, 2026 10:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK