તેણે આ વિશે હવે ભવિષ્યમાં પણ કોઈ કમેન્ટ કરવાની ના પાડી દીધી
લવ સિંહા
સોનાક્ષી સિંહાના ભાઈ લવ સિંહાએ તેની બહેનનાં લગ્નમાં હાજરી નહોતી આપી એ વિશે કરેલી પોસ્ટ હવે ડિલીટ કરી દીધી છે. ઝહીર ઇકબાલના પિતા સાથે તેને પ્રૉબ્લેમ હોવાથી તેણે લગ્નમાં હાજરી નહોતી આપી એવી ચર્ચા હતી. તેણે પોસ્ટ કરીને કહ્યું હતું કે ગમે એ થઈ જાય, તે લાઇફમાં અમુક વ્યક્તિઓ સાથે કોઈ પણ રીતે જોડાવા નથી માગતો. આ પોસ્ટને તેણે ડિલીટ કરી દીધી છે. ડિલીટ કરવાનું કારણ તો તેણે નથી જણાવ્યું, પરંતુ નવી પોસ્ટ કરતાં લવ સિંહાએ કહ્યું હતું કે ‘મારા નામનો જે ક્વોટ હતો એ મારું સ્ટેટમેન્ટ નહોતું પરંતુ એ સિનિયર જર્નલિસ્ટ દ્વારા લખવામાં આવ્યું હતું. આ મૅટર હવે મારા માટે ક્લોઝ થઈ ગઈ છે. આ વિશે હવે હું ભવિષ્યમાં પણ કોઈ કમેન્ટ કરવા નથી માગતો.’

