પ્રતીક ગાંધી અને વિદ્યા બાલનની ફિલ્મનું ગીત ‘તૂ હૈ કહાં’ તેણે ગાયું છે
લકી અલી
લકી અલીનું કહેવું છે કે તે તેનાં ગીતોને લઈને ખૂબ જ સિલેક્ટિવ છે. લકી અલીએ છેલ્લે બૉલીવુડમાં ૨૦૧૫માં આવેલી રણબીર કપૂરની ‘તમાશા’ માટે ‘સફરનામા’ ગીત ગાયું હતું. નવ વર્ષ બાદ લકી અલીએ ફરી બૉલીવુડમાં પ્રતીક ગાંધી અને વિદ્યા બાલનની ‘દો ઔર દો પ્યાર’ના ગીત ‘તૂ હૈ કહાં’ માટે અવાજ આપ્યો છે. આ વિશે લકી અલી કહે છે, ‘ફિલ્મ માટે હું જે ગીતમાં અવાજ આપું છું એને લઈને હું ખૂબ જ સિલેક્ટિવ છું. મેં જ્યારે ‘તૂ હૈ કહાં’નું સ્ક્રૅચ સૉન્ગ સાંભળ્યું ત્યારે મને એ ખૂબ જ પસંદ પડ્યું હતું અને મને લાગ્યું કે એ માટે મારો અવાજ બંધ બેસે છે. મને યંગ કમ્પોઝર સાથે કામ કરવાની મજા આવી હતી. આશા છે કે મારા દર્શકોને એ પસંદ પડશે.’