Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નવ વર્ષ બાદ બૉલીવુડના ગીત માટે અવાજ આપ્યો લકી અલીએ

નવ વર્ષ બાદ બૉલીવુડના ગીત માટે અવાજ આપ્યો લકી અલીએ

Published : 03 April, 2024 06:51 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રતીક ગાંધી અને વિદ્યા બાલનની ફિલ્મનું ગીત ‘તૂ હૈ કહાં’ તેણે ગાયું છે

લકી અલી

લકી અલી


લકી અલીનું કહેવું છે કે તે તેનાં ગીતોને લઈને ખૂબ જ સિલેક્ટિવ છે. લકી અલીએ છેલ્લે બૉલીવુડમાં ૨૦૧૫માં આવેલી રણબીર કપૂરની ‘તમાશા’ માટે ‘સફરનામા’ ગીત ગાયું હતું. નવ વર્ષ બાદ લકી અલીએ ફરી બૉલીવુડમાં પ્રતીક ગાંધી અને વિદ્યા બાલનની ‘દો ઔર દો પ્યાર’ના ગીત ‘તૂ હૈ કહાં’ માટે અવાજ આપ્યો છે. આ વિશે લકી અલી કહે છે, ‘ફિલ્મ માટે હું જે ગીતમાં અવાજ આપું છું એને લઈને હું ખૂબ જ સિલેક્ટિવ છું. મેં જ્યારે ‘તૂ હૈ કહાં’નું સ્ક્રૅચ સૉન્ગ સાંભળ્યું ત્યારે મને એ ખૂબ જ પસંદ પડ્યું હતું અને મને લાગ્યું કે એ માટે મારો અવાજ બંધ બેસે છે. મને યંગ કમ્પોઝર સાથે કામ કરવાની મજા આવી હતી. આશા છે કે મારા દર્શકોને એ પસંદ પડશે.’


Whatsapp-channel Whatsapp-channel

03 April, 2024 06:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK