સાથે જ છેલ્લા ૮ દાયકાથી મંગેશકર પરિવારના સંગીતક્ષેત્રે રહેલા યોગદાન બદલ તેમની પ્રશંસા કરી હતી.

મહારાષ્ટ્ર ભૂષણ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં આશા ભોસલેને
આશા ભોસલેને મહારાષ્ટ્ર ભૂષણ 2021 અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે. આ અવૉર્ડ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ઉપ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે આપવામાં આવ્યો હતો. તેમણે આશા ભોસલેને મહારાષ્ટ્રનું ગૌરવ ગણાવ્યાં હતાં. સાથે જ છેલ્લા ૮ દાયકાથી મંગેશકર પરિવારના સંગીતક્ષેત્રે રહેલા યોગદાન બદલ તેમની પ્રશંસા કરી હતી. એ વખતે સ્ટેજ પર ભારત રત્નથી સન્માનિત સચિન તેન્ડુલકર પણ હાજર હતો. અવૉર્ડમાં પચીસ લાખ રૂપિયા, એક શાલ, મેમેન્ટો અને સર્ટિફિકેટ સામેલ હતાં. અવૉર્ડ સ્વીકાર્યા બાદ આશા ભોસલેએ કહ્યું કે ‘સિન્ગિંગને કારણે મારું જીવન અતિશય સમૃદ્ધ બન્યું છે, પરંતુ સંગીતકારો અને મારા સાથી-ગાયકોનું મારી જર્નીમાં જે યોગદાન રહ્યું છે એને પણ ભુલાવી ન શકાય. હું સૌને નમ્ર વિનંતી કરુ છું કે તમારે બધા પ્રકારના સંગીત અને ગીતોને સાંભળવાં જોઈએ.’