લાપતા લેડીઝ`ના અભિનેતા સત્યેન્દ્રનો આરોપ છે કે ફિલ્મના શૂટિંગ દરમિયાન મહેનતાણું માગતાં તેમને સેટ પરથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમણે એવો પણ દાવો કર્યો કે ડિરેક્ટરે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સત્યેન્દ્ર સોની (સૌજન્ય: ઇન્સ્ટાગ્રામ)
`લાપતા લેડીઝ` ફિલ્મમાં `છોટુ`નું પાત્ર ભજવનારા અભિનેતા સત્યેન્દ્ર સોનીએ એક ચોંકાવનારો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે શૂટમાં કામ કર્યા બાદ પૈસા માગતાં તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તાજેતરમાં સત્યેન્દ્ર સોનીએ એક વીડિયો શૅર કરીને આખી ઘટના વિશે ખુલાસો કર્યો. તેણે આરોપ લગાવ્યો કે એક ડિરેક્ટરે તેની પાસેથી કામ કરાવ્યા બાદ પણ પૈસા ચૂકવ્યું નહોતા.
કામની માગતા વિવાદ, ડિરેક્ટર પર મારપીટનો આરોપ
ADVERTISEMENT
`લાપતા લેડીઝ` અને `મિર્ઝાપુર`માં જોવા મળેલ અભિનેતા સત્યેન્દ્ર સોની આ દિવસો મુશ્કેલીમાં છે. તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર કરીને ગંભીર આરોપ લગાવ્યા છે. સત્યેન્દ્રનો આરોપ છે કે ફિલ્મના શૂટિંગ દરમિયાન મહેનતાણું માગતાં તેને સેટ પરથી બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો. તેણે એવો પણ દાવો કર્યો કે ડિરેક્ટરે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હવે સત્યેન્દ્રનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સત્યેન્દ્ર સોની કહે છે, "મારું નામ સત્યેન્દ્ર સોની છે. હું એક અભિનેતા છું. હું અહીં એક ફિલ્મના શૂટિંગ માટે આવ્યો હતો. આ ફિલ્મના ડિરેક્ટર પુષ્પેન્દ્રજી છે. તેમણે મને સાઇનિંગ અમાઉન્ટ તરીકે 50 હજાર રૂપિયા આપ્યા હતા અને કહ્યું હતું કે બાકીના પૈસા શૂટિંગ પૂર્ણ થયા પછી આપીશું. અમે 8 દિવસનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે, પરંતુ જ્યારે મેં બાકીના પૈસાની વાત કરી, ત્યારે તેમણે મને શૂટિંગ બંધ કરવા કહ્યું. તેમણે એવું પણ કહ્યું કે, `હું તને હૉટેલમાં પણ જોવા નથી માગતો. મને સતત ધમકીઓ આપવામાં આવી રહી છે. અહીં સુધી કે મને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી રહી છે."
સુરક્ષિત મુંબઈ પહોંચતા સત્યેન્દ્ર સોનીએ આપી માહિતી
View this post on Instagram
સત્યેન્દ્ર સોનીએ વીડિયોના કૅપ્શનમાં લખ્યું કે, "અમે ત્રણેય લોકો સાથે ચાલીને જઈ રહ્યા હતા. ત્યારે ડિરેક્ટર અને તેમની સાથેના લોકો કારમાં અમારો પીછો કરવા લાગ્યા. ડિરેક્ટર પુષ્પેન્દ્ર સિંહ અને તેમની પત્ની પ્રગતિ ચૌહાણે રસ્તા પર મને જોઈને મારપીટ શરૂ કરી. અમને બચાવવા શ્રીધર ભાઈ આવ્યા ત્યારે તેમની સાથે પણ મારપીટ કરવામાં આવી." બીજા વીડિયોમાં સત્યેન્દ્ર સોની બે અન્ય કલાકારો સાથે મુંબઈના એક રેલવે સ્ટેશન પર જોવા મળે છે. તેણે વીડિયોમાં જણાવ્યું કે તે સુરક્ષિત રીતે મુંબઈ પહોંચી ગયો છે. સત્યેન્દ્રએ તેને અને અન્ય કલાકારોને સુરક્ષિત રીતે મુંબઈ પહોંચાડવામાં મદદ કરવા બદલ મધ્ય પ્રદેશ પોલીસ અને અન્ય લોકોનો આભાર પણ માન્યો.
જાણો કોણ છે અભિનેતા સત્યેન્દ્ર સોની
View this post on Instagram
સત્યેન્દ્ર સોનીએ `ડૉક્ટર જી`, `બવાલ` અને `રાત અકેલી હૈ: ધ બન્સલ મર્ડર્સ` જેવી અનેક ફિલ્મોમાં પોતાની અભિનય પ્રતિભા બતાવી છે. પરંતુ તેને સાચી ઓળખ અને લોકપ્રિયતા `લાપતા લેડીઝ` ફિલ્મમાં ભજવેલા `છોટુ`ના પાત્રથી મળી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન કિરણ રાવે કર્યું હતું, જ્યારે તેનું નિર્માણ આમિર ખાન પ્રોડક્શને કર્યું હતું. હવે સત્યેન્દ્ર સોની ટૂંક સમયમાં `મિર્ઝાપુર: ધ મૂવી`માં પણ જોવા મળી શકે છે. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ અને જીતેન્દ્ર કુમાર જેવા જાણીતા કલાકારો પણ મહત્તવની ભૂમિકામાં જોવા મળશે.
