વજન ઉતાર્યું અને એ પણ ૨૦ કિલો!
'રામ સિંહ ચાર્લી'માં કુમુદ મિશ્રા
‘થપ્પડ’, ‘આર્ટિકલ ૧૫’, ‘રૉકસ્ટાર’ જેવી ફિલ્મો કરી ચૂકેલા દમદાર કલાકાર કુમુદ મિશ્રા ઓટીટી પ્લૅટફૉર્મ સોની લિવની આગામી ફિલ્મ ‘રામ સિંહ ચાર્લી’માં જોવા મળશે. ‘રામ સિંહ ચાર્લી’માં સર્કસમાં રામ સિંહ (કુમુદ મિશ્રા)ની જર્ની બતાવવામાં આવી છે. રામ સિંહ વિખ્યાત કૉમિક-ઍક્ટર ચાર્લી ચૅપ્લિનને આદર્શ માનતો હોવાથી હોવાથી નામ પાછળ ચાર્લી લગાડ્યું છે. જેની જિંદગી જ સર્કસમાં સમાયેલી છે એવા રામ સિંહ માથે આભ તૂટી પડે છે જ્યારે સર્કસ બંધ થઈ જાય છે. એ પછી રામ સિંહ પોતાના પરિવારની જરૂરિયાત માટે કામ શોધે છે અને બનતું બધું જ કરી છૂટે છે. તે સર્કસ ખોલવાનું સપનું પૂરું કરવાનું નક્કી કરે છે.
દિવ્યા દત્તા અહીં રામ સિંહની પત્નીના રોલમાં છે જે પોતાના પતિને સપોર્ટ કરે છે. રસપ્રદ વાત એ છે કે રામ સિંહના રોલ માટે માટે કુમુદ મિશ્રાએ ૨૦ કિલો વજન ઘટાડ્યું છે. આ ફિલ્મને નીતિન કક્કરે ડિરેક્ટ કરી છે. આજે ડિઝની પ્લસ હૉટસ્ટાર પર આલિયા ભટ્ટ, સંજય દત્ત, આદિત્ય રૉય કપૂરની ફિલ્મ ‘સડક 2’ તેમ જ એમએક્સ પ્લેયર પર બૉબી દેઓલની સિરીઝ ‘આશ્રમ’ પણ રિલીઝ થવાની છે.

