હાલમાં તો તેના એવા કોઈ પ્લાન નથી.
ક્રિતી સૅનન
ક્રિતી સૅનને જણાવ્યું કે તેને જ્યારે દિલથી એવું લાગશે કે પૉલિટિક્સમાં જવું જોઈએ ત્યારે તે એમાં જોડાશે. હાલમાં તો તેના એવા કોઈ પ્લાન નથી. થોડા સમય પહેલાં સારા અલી ખાને પણ ભવિષ્યમાં પૉલિટિક્સમાં જોડાઈશ એવી ઇચ્છા વ્યક્ત કરી હતી. હાલમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનામાં ગોવિંદા જોડાઈ ગયો છે.
‘ગોવિંદાની જેમ તું પણ રાજકારણમાં જોડાશે?’ એનો જવાબ આપતાં ક્રિતી સૅનન કહે છે, ‘મેં એ વિશે કદી વિચાર્યું નથી. મને નથી લાગતું કે જ્યાં સુધી મને અંદરથી પ્રેરણા નહીં થાય ત્યાં સુધી હું કદી રાજકારણમાં ન આવી શકું. એને લઈને મને એવું કોઈ પૅશન પણ નથી. જો એક દિવસ મને દિલથી એવું લાગશે કે મારે કાંઈક કરવું છે ત્યારે કદાચ... આપણે એકાદ વખત તો ગિયર શિફ્ટ કરવા જોઈએ અને એવી વસ્તુ કરીને પોતાને ચૅલેન્જ આપવી જોઈએ જે આપણે અગાઉ ન કરી હોય.’