Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આજથી બૉક્સ-ઑફિસ પર રંગ જમાવશે આ નવી ત્રિપુટી

આજથી બૉક્સ-ઑફિસ પર રંગ જમાવશે આ નવી ત્રિપુટી

29 March, 2024 06:47 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મને રિયલ લાઇફ ઘટના પરથી પ્રેરિત થઈને બનાવવામાં આવી છે.

`ક્રૂ’ ફિલ્મની કાસ્ટ

`ક્રૂ’ ફિલ્મની કાસ્ટ


કરીના કપૂર ખાન, તબુ અને ક્રિતી સૅનનની ‘ક્રૂ’ આજે રિલીઝ થઈ રહી છે. આ એક મહિલાપ્રધાન ફિલ્મ છે. ફિલ્મમાં એક ઍરલાઇન્સની સ્ટોરી છે. તબુ, કરીના અને ક્રિતી ત્રણેય એમાં ફ્લાઇટ-અટેન્ડન્ટ હોય છે. તબુ સિનિયર છે. કરીના પાસે થોડો એક્સ્પીરિયન્સ છે અને ક્રિતી નવોદિત છે. આ ત્રણનો ફિલ્મોમાં પણ આ પ્રકારનો જ એક્સ્પીરિયન્સ રહ્યો છે જેનો ડિરેક્ટરે ફિલ્મમાં સારી રીતે ઉપયોગ કર્યો છે. આ ત્રણેયને સમયસર પગાર નથી મળતો, બોનસની તો વાત જ દૂર રહી. ત્રણેય તેમના કામથી કંટાળી ગઈ છે. એ દરમ્યાન તેમની ફ્લાઇટમાં એક વ્યક્તિ આવે છે જે ગોલ્ડની સ્મગલિંગ કરતી હોય છે. તેમને એ વિશે જાણ થાય છે અને તેઓ પણ પૈસા કમાવા માટે ગેરમાર્ગે ચાલી નીકળે છે. ઍરપોર્ટ ઑથોરિટીને એ વિશે જાણ થતાં તપાસ હાથ ધરવામાં આવે છે અને ત્યાંથી કૉમેડીની ધમાલ શરૂ થાય છે. આ ફિલ્મમાં દિલજિત દોસંજ પણ છે તેમ જ કપિલ શર્મા નાનકડી ભૂમિકામાં છે. આ ફિલ્મને રિયલ લાઇફ ઘટના પરથી પ્રેરિત થઈને બનાવવામાં આવી છે. ઘણી ઍરલાઇન્સ નુકસાનમાં ચાલી રહી છે અને ઘણી બંધ પડી ગઈ છે. આથી એ સ્ટોરી પરથી થોડીઘણી પ્રેરણા લઈને એક ફિક્શન સ્ટોરી બનાવવામાં આવી છે. ફિલ્મના ડાયલૉગ પણ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે અને દર્શકો પણ આ ફિલ્મમાં રિયલ બેબોને જોઈ શકશે.

એકસરખી ફિલ્મોની ઑફરથી ડર લાગે છે ક્રિતીને
ક્રિતી સૅનનનું કહેવું છે કે તેને એક જ પ્રકારની ફિલ્મો ઑફર થવા માંડશે એનો સતત ડર રહે છે. તેની કરીના કપૂર ખાન અને તબુ સાથેની ‘ક્રૂ’ આજે રિલીઝ થઈ રહી છે. તેને કઈ વાતનો ડર લાગે છે એ વિશે પૂછતાં ક્રિતી કહે છે, ‘સ્થિરતાથી મને ડર લાગે છે. કોઈએ એવું ન કહેવું જોઈએ કે હું હવે એકસરખી ફિલ્મો અથવા તો એક પ્રકારનાં પાત્રો ભજવીશ. એકસરખી ફિલ્મોની ઑફર મળવાનો મને ખૂબ ડર લાગે છે. એનાથી લોકો જલદી કંટાળી જાય છે. તમે જ્યારે એકદમ અલગ પાત્ર ભજવો છો ત્યારે એક એક્સાઇટમેન્ટ જોવા મળે છે. જોકે એકસરખું પાત્ર ભજવવાથી આ એક્સાઇટમેન્ટ નથી રહેતું અને કામ પર જવાનો પણ મૂડ નથી રહેતો. મને આ કંટાળો આવે છે એનાથી પણ ડર લાગે છે.’


Whatsapp-channel Whatsapp-channel

29 March, 2024 06:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK