ક્રિતીની બહેન નૂપુર સૅનને શૅર કરેલા એક અન્ય વિડિયોમાં ક્રિતી સફેદ ડ્રેસમાં દરિયાકિનારે કેક કાપતી જોવા મળે છે.
શેર કરેલી તસ્વીરો
ક્રિતી સૅનનની ૨૭ જુલાઈએ ૩૫મી વર્ષગાંઠ હતી અને તેણે તેનો જન્મદિવસ ફ્રાન્સના સેન્ટ ટ્રોપેઝમાં ઊજવ્યો. આ સેલિબ્રેશનમાં તેની બહેન નૂપુર સૅનન અને બૉયફ્રેન્ડ કબીર બહિયા પણ તેની સાથે હતાં. ક્રિતીના જન્મદિવસનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં તે અને તેના મિત્રો નાઇટક્લબમાં ડાન્સ કરતાં જોવા મળે છે. ક્લબની અંદરનાં સાઇનબોર્ડ્સ પર ક્રિતી માટે જન્મદિવસની શુભેચ્છાઓ પણ દર્શાવવામાં આવી હતી.
ક્રિતીની બહેન નૂપુર સૅનને શૅર કરેલા એક અન્ય વિડિયોમાં ક્રિતી સફેદ ડ્રેસમાં દરિયાકિનારે કેક કાપતી જોવા મળે છે. આ ઉજવણીમાં કબીર બહિયા પણ હાજર હોવાનું મનાય છે. કબીરે પણ એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શૅર કરી હતી, જેમાં તેનો અને ક્રિતીનો એક સેલ્ફી હતો; એની સાથે તેણે ‘હૅપી બર્થ-ડે K’ લખ્યું હતું, જેમાં રેડ હાર્ટ ઇમોજી પણ હતી.


