કૃષ્ણા શ્રોફે હાલમાં રિયલિટી શો ‘The 50’માં પોતાના રિલેશનશિપ સ્ટેટસ વિશે વાત કરી છે
અબ્દુલ અઝીમ બદખ્શી સાથે ટાઇગર શ્રૉફની બહેન કૃષ્ણા શ્રોફ
જૅકી શ્રૉફની દીકરી અને ટાઇગર શ્રૉફની બહેન કૃષ્ણા શ્રોફે હાલમાં રિયલિટી શો ‘The 50’માં પોતાના રિલેશનશિપ સ્ટેટસ વિશે વાત કરતાં કહ્યું હતું કે તે અફ્ઘાનિસ્તાનના મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (MMA) ફાઇટર અબ્દુલ અઝીમ બદખ્શી સાથે ૨૦૨૦થી રિલેશનશિપમાં છે. તેમનો સોશ્યલ મીડિયા પર પહેલી વખત સંપર્ક થયો હતો અને ધીમે-ધીમે તેઓ નિકટ આવતાં ગયાં.
અબ્દુલ અઝીમ બદખ્શી સાથેના સંબંધો વિશે વાત કરતાં કૃષ્ણાએ કહ્યું હતું કે ‘શરૂઆતમાં અમારા બેમાંથી કોઈના મનમાં રિલેશનશિપ શરૂ થવાનો વિચાર નહોતો, પણ વાતચીત કર્યા બાદ અને સાથે સમય ગાળ્યા બાદ અમે એકબીજાને પસંદ કરવા લાગ્યાં. અમે પહેલી વખત ગોવામાં મળ્યાં હતાં. અબ્દુલ ફારસી બોલે છે અને હું અંગ્રેજી બોલું છું, છતાં અમારું કમ્યુનિકેશન પર્ફેક્ટ છે.’


