Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મોમાં આવતા પહેલા પણ સારા મિત્રો હતા અનુપમ-કિરણ, આવી રહી બન્નેની લવસ્ટોરી

ફિલ્મોમાં આવતા પહેલા પણ સારા મિત્રો હતા અનુપમ-કિરણ, આવી રહી બન્નેની લવસ્ટોરી

14 June, 2021 03:39 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

થિએટરમાં તેમની મુલાકાત પહેલી વાર અનુપમ ખેર સાથે થઈ હતી જેમાં તેમણે પોતાના હમસફરની પસંદગી પણ કરી. અભિનેત્રી પોતાનો 69મો જન્મદિવસ ઉજવી રહી છે. આ અવસરે અનુપમ ખેર અને કિરણ ખેરની રસપ્રદ સ્ટોરી વિશે.

તસવીર સૌજન્ય મિડ-ડે

તસવીર સૌજન્ય મિડ-ડે


બૉલિવૂડ એક્ટ્રેસ કિરણ ખેરનું નામ ઇન્ડસ્ટ્રીમાં સમ્માનથી લેવામાં આવે છે. એક્ટ્રેસે પોતાના કરિઅરમાં એકથી એક રોલ પ્લે કર્યા છે. તે થિયેટરમાં તેમની મુલાકાત પહેલીવાર અનુપમ ખેર સાથે થઈ હતી જેને તેમણે પોતાના લાઇફપાર્ટનર તરીકે પણ પસંદગી કરી. અભિનેત્રી પોતાનો 69મો જન્મદિવસ ઉજવી રહી છે. આ અવસરે અનુપમ ખેર અને કિરણ ખેરની રસપ્રદ સ્ટોરી વિશે.

થિએટરમાં થઈ પહેલી મુલાકાત
કિરણ ખેરનો જન્મ 14 જૂન, 1952ના પંજાબમાં થયો હતો. કિરણને થિયેટરમાં રસ હતો. અનુપમ પણ થિએટર સાથે ઊંડો લગાવ ધરાવતાહતા અને સ્થળે-સ્થળે પરફૉર્મ કરવા જતા હતા. પહેલીવાર બન્ને ચંદીગઢના એક થિએટર ગ્રુપમાં મળ્યા, આ વાત ત્યારની છે જ્યારે બન્નેએ ફિલ્મોમાં ડેબ્યૂ કર્યો નહોતો. પણ થિએટરનો જાણીતો ચહેરો બની ચૂક્યા હતા. આ દરમિયાન બન્ને વચ્ચે વાતચીત વધી અને બન્નેની પર્સનલ લાઇફમાં પ્રૉબ્લેમ્સ ચાલતી હતી તેની જાણ પણ તેમને થઈ. અનુપમ ખેર પણ તે દરમિયાન પરિણીત હતા અને કિરણ ખેરના પણ લગ્ન થઈ ચૂક્યા હતા. પણ બન્ને પોતાના લગ્નથી ખુશ નહોતા.



અનુપમ ખેર કરતા ત્રણ વર્ષ મોટાં છે કિરણ ખેર
એવામાં કિરણ ખેર અને અનુપમ ખેરે લગ્ન કરવાનું મન બનાવી લીધું. બન્નેને ઉંમરની ચિંતા નહોતી. કપલે જીવન સાથે પસાર કરવાનું મન બનાવી લીધું. કિરણે વર્ષ 1985માં અનુપમ ખેર સાથે લગ્ન કરી લીધા. બન્ને 35 વર્ષથી પણ વધારે સમયથી સાથે છે.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anupam Kher (@anupampkher)


2 વાર જીતી ચૂકી છે નેશનલ એવૉર્ડ
કિરણ ખેની પ્રૉફેશનલ લાઇફ વિશેની વાત કરીએ તો તેમને વર્ષ 1988માં Pestonjee ફિલ્મ દ્વારા પોતાના કરિઅરની શરૂઆત કરી હતી. તેના પછી તે સરદારી બેગમ, દર્મિયાં, દેવદાસ, કર્ઝ, મૈ હું ના, વીર ઝારા, મંગલ પાંડે, રંગ દે બસંતી, ફના, કભી અલવિદા ના કહેના, ઓમ શાંતિ ઓમ, સિંહ ઇઝ કિંગ, દોસ્તાના, કમ્બખ્ત ઇશ્ક, એક્શન રિપ્લે, ટોટલ સિયાપા અને ખૂબસૂરત જેવી ફિલ્મોમાં દેખાઇ ચૂકી છે. બે વાર એક્ટ્રેસને નેશનલ એવૉર્ડથી પણ નવાજવામાં આવી છે. તે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી છે.

Whatsapp-channel Whatsapp-channel

14 June, 2021 03:39 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK