ગયા વર્ષે આ શોમાં વિકી કૌશલ અને સિદ્ધાર્થે સાથે હાજરી આપી હતી. આ દરમ્યાન સિદ્ધાર્થે લગ્નના સમાચારને ખૂબ જ સારી રીતે નજરઅંદાજ કર્યા હતા.
સિદ્ધાર્થ મલ્હોત્રા , કિયારા અડવાની
કિયારા અડવાણીનું કહેવું છે કે ગયા વર્ષે ‘કૉફી વિથ કરણ’માં આવતાં પહેલાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેને ઇટલીમાં લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. ‘કૉફી વિથ કરણ’ની આ આઠમી સીઝન ચાલી રહી છે. આ શોના આગામી એપિસોડમાં કિયારા અને વિકી કૌશલ જોવા મળશે. ગયા વર્ષે આ શોમાં વિકી કૌશલ અને સિદ્ધાર્થે સાથે હાજરી આપી હતી. આ દરમ્યાન સિદ્ધાર્થે લગ્નના સમાચારને ખૂબ જ સારી રીતે નજરઅંદાજ કર્યા હતા. આ વિશે કરણે કહ્યું હતું કે વિકીનો મેં જ્યારે ઇન્ટરવ્યુ લીધો હતો ત્યારે તે તારા પતિ સાથે આવ્યો હતો. આ વિશે કિયારાએ કહ્યું હતું કે ‘એ એપિસોડ માટે સિદ્ધાર્થ જ્યારે આ શોમાં આવ્યો હતો ત્યારે જ અમે રોમથી પાછાં આવ્યાં હતાં. તેણે મને ત્યાં લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.’ આ વિશે વિકીએ કહ્યું કે તેણે એ સમયે ખૂબ જ સારી રીતે સવાલને હૅન્ડલ કર્યો હતો.


