ફિલ્મમાં શાહિદ કપૂર પણ જોવા મળ્યો હતો. ફિલ્મમાં પ્રીતિના રોલમાં કિયારા જોવા મળી હતી.
કિયારા અડવાણી
કિયારા અડવાણીની ૨૦૧૯માં આવેલી ફિલ્મ ‘કબીર સિંહ’ને લઈને ખાસ્સી નિંદાઓ પણ સાંભળવી પડી હતી. ફિલ્મમાં શાહિદ કપૂર પણ જોવા મળ્યો હતો. ફિલ્મમાં પ્રીતિના રોલમાં કિયારા જોવા મળી હતી. ત્યાર બાદ તેણે ‘શેરશાહ’, ‘સત્યપ્રેમ કી કથા’ અને ‘જુગ જુગ જિયો’માં કામ કર્યું હતું. કૅરૅક્ટર ભજવવા વિશે કિયારાએ કહ્યું કે ‘હું એ રોલ કદી નહીં ભજવું જે મને ન ગમે. જો મને પાત્ર ગમતું જ ન હોય તો હું એ ફિલ્મમાં કામ ન કરું એ જ સારું છે. આપણે એ વાત સ્વીકારવી રહી કે આપણી આસપાસ અનેક પ્રકારના લોકો છે અને એ બધાને આપણે કૅન્સલ ન કરી શકીએ. જો ‘કબીર સિંહ’એ આ વિષય પર પ્રકાશ ન પાડ્યો હોત તો એ સમસ્યા ઊભી કરી શકી હોત. આ ફિલ્મ દ્વારા ચર્ચા શરૂ થઈ અને એ સારી વાત છે. આપણે એમાંથી આગળ વધવું જોઈએ. એ મહત્ત્વનું છે.’