ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મ ‘ડૉન’ સિરીઝમાં ત્રીજી ફિલ્મ છે અને એને ફરહાન ડિરેક્ટ કરી રહ્યો છે.
કિયારા અડવાની
રણવીર સિંહની ‘ડૉન 3’માં હવે કિયારા અડવાણીની એન્ટ્રી જોવા મળી છે. કિયારા છેલ્લે ‘સત્યપ્રેમ કી કથા’માં જોવા મળી હતી. ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મ ‘ડૉન’ સિરીઝમાં ત્રીજી ફિલ્મ છે અને એને ફરહાન ડિરેક્ટ કરી રહ્યો છે. અગાઉની બે ફિલ્મમાં શાહરુખ ખાન ડૉન હતો અને આ ત્રીજી સિરીઝમાં હવે રણવીર જોવા મળશે. આ ફિલ્મમાં રણવીરના લવ ઇન્ટરેસ્ટ તરીકે કિયારાને પસંદ કરવામાં આવી છે. એની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર વિડિયો શૅર કરીને કરવામાં આવી છે. આ ફિલ્મનું શૂટિંગ ઑગસ્ટમાં શરૂ કરવામાં આવશે એવું લાગી રહ્યું છે.

