દીકરા વિહાનના જન્મ બાદ વિકી કૌશલ સાથેના જીવનમાં આવેલા બદલાવ વિશે કૅટરિના કૈફે કરી વાત.
કૅટરિના કૈફ અને વિકી કૌશલ
ગયા વર્ષના નવેમ્બરમાં દીકરા વિહાન રાજ કૌશલની મમ્મી બનેલી કૅટરિના કૈફે દીકરાના જન્મ બાદ પોતાના અને પતિ વિકી કૌશલના જીવનમાં આવેલા બદલાવ વિશે વાત કરી છે.
દીકરાના જન્મ પછી પોતાના જીવનમાં આવેલા બદલાવ વિશે વાત કરતાં કૅટરિનાએ કહ્યું હતું કે ‘વિકી એક અદ્ભુત પતિ છે. તેની ઉંમર કરતાં તેની સમજદારી ઘણી વધારે છે. પરિવાર પ્રત્યે તેનાં મજબૂત મૂલ્યો છે અને તે પ્રામાણિકતામાં વિશ્વાસ રાખે છે. હું કહીશ કે વિકી વ્યાવહારિક રીતે સમજદાર છે, જ્યારે હું સૈદ્ધાંતિક રીતે સમજદાર છું. તેની સૌથી સારી બાબતોમાંની એક એ છે કે તે મને હંમેશાં મારી પોતાની રીતે રહેવાની સ્વતંત્રતા આપે છે અને મારી વાત પણ ધ્યાનથી સાંભળે છે. ક્યારેક મારી પાસે કહેવા માટે ઘણું બધું હોય છે. પપ્પા તરીકે વિકી અદ્ભુત રહ્યો છે. તેની પાસે એક અદ્ભુત શક્તિ છે. તે થાકેલો હોય અને દિવસમાં ૧૪, ૧૬ કે ૧૮ કલાક કામ કર્યું હોય છતાં વિહાન અને મારી સાથેની દરેક ક્ષણે સંપૂર્ણપણે હાજર રહી શકે છે. અમારાં રોમૅન્ટિક ડિનર અને સાથે બેસીને ફિલ્મ જોવાની રાતો અત્યારે પાછળ રહી ગઈ છે, પણ વિકી મને સતત યાદ અપાવે છે કે દરેક બાબત માટે ફરીથી યોગ્ય સમય આવશે.’
