મેકર્સ તરફથી આ ફિલ્મના ટાઇટલ વિશે હજી સુધી કોઈ ખુલાસો નથી કરવામાં આવ્યો.
કાર્તિક આર્યન
કાર્તિક આર્યનની ‘આશિકી 3’નું નામ ‘તૂ આશિકી હૈ’ રાખવામાં આવ્યું હોવાની ચર્ચા છે. મેકર્સ તરફથી આ ફિલ્મના ટાઇટલ વિશે હજી સુધી કોઈ ખુલાસો નથી કરવામાં આવ્યો. સાથે જ આ ફિલ્મ કદાચ ૧૯૮૧માં આવેલી ‘બસેરા’ પરથી પ્રેરિત હશે એવું પણ જાણવા મળ્યું છે. આ ફિલ્મમાં શશી કપૂર, રેખા અને રાખી જોવા મળ્યાં હતાં. ‘આશિકી 3’નું શૂટિંગ આ વર્ષે શરૂ થવાનું છે. આ ફિલ્મમાં તૃપ્તિ ડિમરી પણ જોવા મળવાની છે. આ ફિલ્મમાં વધુ એક ઍક્ટ્રેસ પણ જોવા મળશે. ફિલ્મની સ્ટોરી વિશે જાણવા નથી મળ્યું. ફિલ્મને અનુરાગ બાસુ ડિરેક્ટ કરશે અને મુકેશ ભટ્ટ અને ભૂષણ કુમાર એને પ્રોડ્યુસ કરશે. ૧૯૯૦માં આવેલી રાહુલ રૉય અને અનુ અગ્રવાલની ‘આશિકી’એ ધૂમ મચાવી હતી. રાતોરાત તેઓ સ્ટાર બની ગયાં હતાં. ત્યાર બાદ એની રીમેક ‘આશિકી 2’ ૨૦૧૩માં રિલીઝ થઈ હતી. એમાં આદિત્ય રૉય કપૂર અને શ્રદ્ધા કપૂર જોવા મળ્યાં હતાં. ફિલ્મને મોહિત સૂરિએ ડિરેક્ટ કરી હતી. હવે એના ત્રીજા ભાગ ‘આશિકી 3’એ વધુ ચર્ચા જગાવી છે.


