કરણ જોહરની ‘દોસ્તાના 2’માં વિક્રાન્ત મેસીએ કાર્તિક આર્યનને રિપ્લેસ કરી નાખ્યો છે
વિક્રાન્ત મેસી, શ્રીલીલા
હાલમાં સમાચાર આવ્યા હતા કે કરણ જોહરની ‘દોસ્તાના 2’માં વિક્રાન્ત મેસીએ કાર્તિક આર્યનને રિપ્લેસ કરી નાખ્યો છે. વિક્રાન્ત મેસીએ પોતે આ વાત સ્વીકારી હતી, પણ આ ફિલ્મની હિરોઇન કોણ હશે એ વિશે સ્પષ્ટતા કરવાનું ટાળ્યું હતું. હવે ચર્ચા પ્રમાણે આ ફિલ્મમાં વિક્રાન્ત મેસી અને શ્રીલીલાની જોડી જોવા મળશે. આ ફિલ્મમાં પહેલાં કાર્તિક આર્યન અને જાહ્નવી કપૂરની જોડી કામ કરી રહી હતી, પણ લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે હવે શ્રીલીલાએ જાહ્નવી કપૂરને રિપ્લેસ કરી દીધી છે. જોકે હજી સુધી આ વાતની સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. જો આ રિપોર્ટ સાચો સાબિત થશે તો કરણ જોહરની ‘દોસ્તાના 2’માં વિક્રાન્ત મેસી, શ્રીલીલા અને લક્ષ્ય લાલવાણી લીડ સ્ટાર્સ તરીકે જોવા મળશે.


