દસ્તાવેજો પ્રમાણે આ મિલકતનો કાર્પેટ એરિયા ૧૨૨૮ ચોરસ ફુટ છે
કાર્તિક આર્યન મમ્મી-પપ્પા સાથે
સપ્ટેમ્બરમાં સમાચાર આવ્યા હતા કે કાર્તિક આર્યને અંધેરીમાં ૧૩ કરોડમાં ઑફિસ-સ્પેસ ખરીદી છે અને હવે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે કાર્તિક આર્યનનાં મમ્મી-પપ્પા માલા તિવારી અને મનીષ તિવારીએ વિલે પાર્લેમાં ૧૦.૮૩ કરોડ રૂપિયામાં એક ઑફિસ-યુનિટ ખરીદ્યું છે. દસ્તાવેજો પ્રમાણે આ મિલકતનો કાર્પેટ એરિયા ૧૨૨૮ ચોરસ ફુટ છે અને એમાં બે પાર્કિંગ-સ્પેસનો સમાવેશ છે. આ ડીલ માટે ૬૫ લાખ રૂપિયા સ્ટૅમ્પ-ડ્યુટીના ભર્યા છે. એ સોદાનું રજિસ્ટ્રેશન ૨૭ નવેમ્બરે થયું હતું.


