ઍડને જાકારો આપવા વિશે કાર્તિક કહે છે...
ફાઇલ તસવીર
કાર્તિક આર્યનને પાન મસાલા અને સોપારીની ઍડ કરવા માટે અનેક ઑફર્સ મળી હતી, પરંતુ તેણે એ ઠુકરાવી દીધી હતી. સાથે જ તે ફેસ ક્રીમની ઍડમાં પણ દેખાતો હતો. જોકે એનાથી તેને સંતુષ્ટિ ન મળતાં તેણે એનો કૉન્ટ્રૅક્ટ રિન્યુ નહોતો કર્યો. ઍડને જાકારો આપવા વિશે કાર્તિક કહે છે, ‘મને અનેક બ્રૅન્ડ્સ જેવી કે સોપારી અને પાન મસાલાની ઑફર મળી હતી, પરંતુ હું એને ના પાડતો હતો. આ બધી વસ્તુઓ સાથે હું પોતાને જોડી નથી શકતો. જેમ બને એમ હું એનાથી દૂર રહું છું. શું સાચું અને શું ખોટું એ હું ન કહી શકું, કારણ કે દરેકના વિચાર અલગ હોય છે. જોકે એ વસ્તુ મારા વિચારો સાથે મેળ નથી ખાતી.’