કાર્તિક આર્યન અને શ્રીલીલાની પ્રોફેશનલ રિલેશનશિપની વાત કરીએ તો આ જોડી અનુરાગ બાસુ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં જોવા મળશે
કાર્તિક આર્યન અને શ્રીલીલા
કાર્તિક આર્યન અને સાઉથની લોકપ્રિય ઍક્ટ્રેસ શ્રીલીલા તેમની આગામી ફિલ્મ માટે જ નહીં, તેમની ઑફ-સ્ક્રીન મિત્રતાને કારણે પણ ચર્ચામાં છે. તાજેતરમાં કાર્તિકના ઘરે ફૅમિલી-પાર્ટી હતી જેમાં માત્ર પરિવારના સભ્યો જ હાજર હતા. હવે એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં શ્રીલીલા એ પાર્ટીમાં કાર્તિકની ફૅમિલી સાથે જોવા મળે છે અને તે ડાન્સ પણ કરે છે. જોકે જેવી તેની નજર કૅમેરા પર પડે છે કે તરત તે મોઢું છુપાવી લે છે. એ જોઈને કાર્તિક જોરજોરથી હસવા માંડે છે. જોકે પછી તે શરમાઈ જાય છે.
સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયોમાં જોઈ શકાય છે કે કાર્તિકે પોતાની બહેન ડૉ. કૃતિકા તિવારીની સફળતાને ઊજવવા માટે પાર્ટી રાખી હતી અને એ દરમ્યાન બૅકગ્રાઉન્ડમાં ‘પુષ્પા 2’નું ‘કિસિક’ ગીત વાગતું હતું. આ ગીત પર શ્રીલીલા અને અન્ય લોકો ડાન્સ કરે છે.
ADVERTISEMENT
કાર્તિક આર્યન અને શ્રીલીલાની પ્રોફેશનલ રિલેશનશિપની વાત કરીએ તો આ જોડી અનુરાગ બાસુ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં જોવા મળશે. શરૂઆતમાં આ અનટાઇટલ્ડ ફિલ્મનું નામ ‘આશિકી 3’ હોવાની અફવા હતી, પરંતુ કાનૂની કારણસર આ નામ રાખી શકાયું નથી.

