કરીના કપૂરે પોતાના એક ઇન્ટરવ્યુમાં બહેનના લગ્નજીવન વિશે વાત કરી હતી
કરિશ્મા કપૂર, કરીના કપૂર ખાન
કરિશ્મા કપૂર હંમેશાં તેના અંગત જીવનને લઈને ચર્ચામાં રહી છે. તેનાં લગ્ન ઉદ્યોગપતિ સંજય કપૂર સાથે ૨૦૦૩માં થયાં હતાં, પરંતુ આ દંપતી ૨૦૧૬માં અલગ થઈ ગયું હતું. લગ્ન અને છૂટાછેડાની પ્રક્રિયા દરમ્યાન કરિશ્મા અને સંજયે એકબીજા પર અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા, જેના કારણે તેમનું લગ્નજીવન હંમેશાં મીડિયામાં ચર્ચાસ્પદ રહ્યું હતું. તેમના સંબંધોમાં આવેલી મુશ્કેલીઓ પણ જાહેર થઈ, જેના કારણે બન્ને વચ્ચેની સમસ્યાઓ વધુ મોટી બની ગઈ હતી.
કરીના કપૂરે એક વાર એક ઇન્ટરવ્યુમાં પોતાની બહેન કરિશ્મા અને બનેવી સંજય કપૂરના સંબંધો વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે કરિશ્માનાં લગ્નમાં મુશ્કેલીઓ આવી રહી હતી અને એને ઠીક કરવા માટે બન્નેએ ઘણા પ્રયાસો કર્યા હતા. કરીનાએ ખુલાસો કર્યો હતો કે કરિશ્મા અને સંજયે તેમના સંબંધને બીજી તક આપવાનો નિર્ણય લીધો હતો, પરંતુ મીડિયાનું દબાણ અને સતત લોકોની નજરમાં રહેવાને કારણે તેમની મુશ્કેલીઓ વધી ગઈ હતી.
ADVERTISEMENT
કરીનાએ વધુમાં જણાવ્યું હતું કે ‘કરિશ્મા અને સંજયે તેમનાં લગ્નને બચાવવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા. બન્ને ગોવા ગયાં હતાં અને સાથે સમય વિતાવીને સંબંધોને ઠીક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યાં પણ મીડિયાએ તેમનો પીછો નહોતો છોડ્યો અને કૅમેરા તેમને સતત ઘેરી લેતા હતા. આ સહન કરવું ખૂબ મુશ્કેલ હતું. સમાઇરાના આગમનથી બન્ને વચ્ચેનો પ્રેમ વધ્યો હતો, પરંતુ મીડિયાના દબાણે તેમના સંબંધોને વધુ નુકસાન પહોંચાડ્યું.’


