ગુરુવારે કરીના તેના પતિ સૈફ અને સંતાનો સાથે ઍરપોર્ટ પર જોવા મળી હતી અને હવે આ તસવીરો જોઈને તેમના ડેસ્ટિનેશનની ખબર પડી ગઈ છે.
કરીના કપૂર પટૌડી પૅલેસમાં ગાળી રહી છે ફૅમિલી-વેકેશન
કરીના કપૂર હાલમાં પોતાના પરિવાર સાથે સૈફ અલી ખાનની માલિકીના હરિયાણાના પટૌડી ખાતે આવેલા પટૌડી પૅલેસમાં વેકેશન ગાળી રહી છે. હાલમાં કરીનાએ સોશ્યલ મીડિયા પર વેકેશનની તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં કરીના નવરાશની પળો ગાળી રહી છે, જ્યારે દીકરાઓ જૈહ અને તૈમુર ખુલ્લા આંગણામાં સાથે ઊભા રહીને સવારનો આનંદ માણતા અને મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. ગુરુવારે કરીના તેના પતિ સૈફ અને સંતાનો સાથે ઍરપોર્ટ પર જોવા મળી હતી અને હવે આ તસવીરો જોઈને તેમના ડેસ્ટિનેશનની ખબર પડી ગઈ છે.
