સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલા: રામલીલા’માં અગાઉ કરીના કપૂર ખાનને સાઇન કરવામાં આવી હતી
કરીના કપૂર ખાન
સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલા: રામલીલા’માં અગાઉ કરીના કપૂર ખાનને સાઇન કરવામાં આવી હતી. જોકે શૂટિંગ શરૂ થાય એ પહેલાં જ તેણે ફિલ્મને ના પાડી દીધી હતી એટલે દીપિકા પાદુકોણને એ રોલ મળ્યો હતો. ફિલ્મ દરમ્યાન રણવીર સિંહ અને દીપિકા એકમેકની નજીક આવ્યાં હતાં. જોકે એના માટે બન્નેએ હજી સુધી તેનો આભાર નથી માન્યો એવું કરીનાએ મજાકમાં કહ્યું છે. આ ત્રણેય ‘સિંઘમ અગેઇન’માં સાથે કામ કરી રહ્યાં છે. કરીનાનું કહેવું છે કે જે થવાનું હોય એ પહેલેથી જ લખાયેલું હોય છે. એ વિશે કરીના કહે છે, ‘હું નસીબ પર ભરોસો રાખું છું. જીવનમાં જે કંઈ પણ થવાનું હોય એ કોઈના પણ માધ્યમથી થઈને રહે છે. બધું પહેલેથી લખાયેલું હોય છે.’