સૈફ અલી ખાને ધોતી-કુરતો પહેરીને મનાવી દિવાળી
કરીના કપૂર ખાને તેના ઘરે દિવાળીની શાનદાર પાર્ટી રાખી
કરીના કપૂર ખાને તેના ઘરે દિવાળીની શાનદાર પાર્ટી રાખી હતી. એ પાર્ટીમાં સૈફ અલી ખાને બ્લૅક કુરતો અને વાઇટ ધોતી પહેર્યાં હતાં, તો કરીના રેડ સાડીમાં ખૂબ હૉટ દેખાતી હતી. તેની આ પાર્ટીમાં અનેક સેલિબ્રિટીઝ જેમ કે અર્જુન કપૂર, સોહા અલી ખાન, કુણાલ ખેમુ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ વગેરે હાજર હતાં. એ ઉપરાંત તેની બહેન કરિશ્મા કપૂર, કરીનાના ડૅડી રણધીર કપૂર, મમ્મી બબીતા પણ હાજર રહ્યાં હતાં. આ તમામ ફોટો કરીનાએ ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યા હતા.

