આ ફિલ્મમાં અક્ષયકુમાર અને રણવીર સિંહની સાથે દીપિકા પાદુકોણ અને ટાઇગર શ્રોફ પણ જોવા મળશે.
અવનિ બાજીરાવના રોલમાં કરીના કપૂર ખાન
કરીના કપૂર ખાન તેના અવનિ બાજીરાવના રોલમાં ફરી જોવા મળવાની છે. અજય દેવગનની ‘સિંઘમ અગેઇન’માં તે રિટર્ન આવી રહી છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર અને રણવીર સિંહની સાથે દીપિકા પાદુકોણ અને ટાઇગર શ્રોફ પણ જોવા મળશે. રોહિત શેટ્ટી તેની આ ફ્રૅન્ચાઇઝીને વધુ ને વધુ ગ્રૅન્ડ બનાવવાની કોશિશ કરી રહ્યો છે. રોહિતે બાજીરાવ સિંઘમના લવ ઇન્ટરેસ્ટ અવનિનો લુક શૅર કર્યો છે. આ લુક શૅર કરતાની સાથે રોહિત શેટ્ટીએ કૅપ્શન આપી હતી કે ‘અવનિ બાજીરાવ સિંઘમ... સિંઘમની સૌથી મોટી તાકાત. અમે સૌથી પહેલાં ૨૦૦૭માં સાથે કામ કર્યું હતું. અમે ‘ગોલમાલ રિટર્ન્સ’, ‘ગોલમાલ 3’ અને ‘સિંઘમ રિટર્ન્સ’માં સાથે કામ કર્યું હતું. અમે હવે અમારી ચોથી ફિલ્મ ‘સિંઘમ અગેઇન’માં સાથે કામ કરવા જઈ રહ્યાં છીએ. સોળ વર્ષથી અમે સાથે કામ કરીએ છીએ અને હજી સુધી કંઈ બદલાયું નથી. બેબો હજી પણ સિમ્પલ, સ્વીટ અને હાર્ડ વર્કિંગ છે.’


