કરીના કપૂરે ઇન્ટરવ્યુમાં સંજય લીલા ભણસાલી સાથેના સંબંધોની ચર્ચા કરી
સંજય લીલા ભણસાલી, કરીના કપૂર
કરીના કપૂરે ક્યારેય પોતાના મનની વાત કહેવામાં સંકોચ નથી કર્યો. કરીનાએ હાલમાં પ્રખ્યાત ફિલ્મનિર્માતા સંજય લીલા ભણસાલી સાથેના તેના સંબંધો વિશે નિખાલસ વાત કરી હતી. તેમના સંબંધને પ્રેમાળ અને જટિલ ગણાવતાં કરીનાએ કહ્યું હતું કે તેમની અને મારી વચ્ચે લવ અને વૉર બન્ને છે.
કરીના અને સંજય લીલા ભણસાલીએ કોઈ પ્રોજેક્ટમાં સાથે કામ નથી કર્યું અને તેમનો ભૂતકાળ વિવાદોથી ભરેલો છે. આ બન્નેએ ‘દેવદાસ’ અને ‘ગોલિયોં કી રાસલીલા... રામ-લીલા’માં સાથે કામ કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ ‘દેવદાસ’માંથી સંજય લીલા ભણસાલીએ કરીનાને છેલ્લી ઘડીએ પડતી મૂકી હતી અને ‘ગોલિયોં કી રાસલીલા... રામ-લીલા’ ફિલ્મ કરીનાએ છેલ્લી ઘડીએ છોડી દીધી હતી.
ADVERTISEMENT
હાલમાં વિકી કૌશલ ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની ‘લવ ઍન્ડ વોર’માં કામ કરી રહ્યો છે. એક જાહેર પ્લૅટફૉર્મ પર વિકી સાથે વાત કરતી વખતે કરીનાએ કહ્યું હતું, ‘હું તને સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં જોવા માટે રાહ જોઈ રહી છું. અલબત્ત, તે સંજય લીલા ભણસાલી છે અને લવ ઍન્ડ વૉર ખરેખર તો હું અને સંજય છીએ. તું તેને કહી શકે છે. તેઓ સમજી જશે.’


