રણધીર કપૂરના જન્મદિવસે તેમની લાડલી દીકરી કરીના કપૂર અને કરિશ્મા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરી તેમને ખાસ અંદાજમાં શુભેચ્છાઓ પાઠવી છે.

રણધીર કપૂર (ફાઈલ તસવીરો)
બૉલિવૂડ એક્ટર રણધીર કપૂર (Randhir Kapoor) આજે એટલે કે 15 ફેબ્રુઆરીના રોજ પોતાનો 76મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. રણધીર કપૂરનો જન્મ 15 ફેબ્રુઆરી 1947ના રોજ મુંબઈમાં થયો હતો. રણધીર કપૂર બૉલિવૂડના શોમેન રાજ કપૂરના મોટા દીકરા છે. રણધીર કપૂરના જન્મદિવસે તેમની લાડલી દીકરી કરીના કપૂર ખાને (Kareena Kapoor) ઈન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરી તેને ખાસ અંદાજમાં વિશ કર્યું છે. કરીનાએ પિતા અને નાના દીકરા જેહની એક ફોટો શૅર કર્યો છે.
કરીનાના પિતા માટે ખાસ વિશ
આ તસવીર એટલી ખાસ છે કે કરીનાનું કૅપ્શન પણ ખાસ હોવું જોઈએ. કરીનાએ તસવીર સાથે પિતાને જન્મદિવસની શુભેચ્છા આપતા લખ્યું છે - મારા બન્ને ગમતા છોકરા તે જ કરી રહ્યા છે જે મને સૌથી વધપં ગમે છે... હેપ્પી બર્થડે પાપા હું તમને ખૂબ જ પ્રેમ કરું છું.
View this post on Instagram
કરિશ્માએ પણ શૅર કરી ખાસ તસવીર
કરીના સિવાય કરિશ્મા કપૂરે પણ પાપા રણધીર સાથે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફોટો શૅર કર્યો છે, જેના કૅપ્શનમાં લખ્યું છે - મારે માટે સૌથી ખાસ વ્યક્તિ મારા પિતા છે. રણધીર કપૂર પોતાની બન્ને દીકરીઓ કરિશ્મા અને કરીના કપૂરની ખૂબ જ નજીક છે. તે ઘણીવાર પોતાના પરિવાર સાથે ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરતા જોવા મળે છે.
ચાહકો અને મિત્રો કરી રહ્યા છે વિશ
કરીના કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, જેને કારણે તેમની ફેન ફૉલોઇંગ પણ ખૂબ જ વધારે છે. આ પોસ્ટનું કોમેન્ટ સેક્શન અઢળક શુભેચ્છાઓથી ભરાયેલું છે. કરીનાની બેસ્ટ ફ્રેન્ડ અમૃતા, મલાઈકાએ પણ આ પોસ્ટ પર હાર્ટ ઈમોજી બનાવ્યું છે.
આ પણ વાંચો : Video: આ કામમાં વ્યસ્ત છે દિશા વાકાણી, અસિત મોદીએ દયાબેનની એન્ટ્રી પર આપી હિન્ટ
છેલ્લે આ ફિલ્મમાં દેખાયા હતા રણધીર
રણધીર કપૂરે અનેક ફિલ્મોમાં પોતાની શાનદાર એક્ટિંગથી ચાહકોના દિલ જીત્યા છે. રણધીર કપૂરને છેલ્લે વર્ષ 2014માં સુપર નાની ફિલ્મમાં જોવામાં આવ્યા હતા. આ ફિલ્મમાં એક્ટ્રેસ રેખા પણ હતાં. આ પહેલા વર્ષ 2010માં તે હાઉસફુલ 2માં પણ જોવા મળ્યા હતા.