મોના સિંહ સાથે થયેલા બ્રેકઅપ વિશે કરણ ઑબેરૉયે કહ્યું...
મોના સિંહ, કરણ ઑબેરૉય
મોના સિંહે ‘જસ્સી જૈસી કોઈ નહીં’ શોથી કરીઅરની શરૂઆત કરી હતી. એ સિરિયલના સેટ પર ઍક્ટર કરણ ઑબેરૉય સાથે તેની મુલાકાત થઈ હતી. બન્ને વચ્ચે નિકટતા વધી હતી અને બન્ને એકમેકના પ્રેમમાં હતાં. એ વખતે કરણે લગ્ન માટે મોનાને પ્રપોઝ કર્યું હતું, પરંતુ તેણે ના પાડી દીધી હતી કેમ કે તેને કરીઅર પર ધ્યાન આપવું હતું. કરણે હજી સુધી લગ્ન નથી કર્યાં. મોનાએ ૨૦૧૯માં ઇન્વેસ્ટમેન્ટ બૅન્કર શ્યામ રાજગોપાલન સાથે લગ્ન કર્યાં હતાં. અનેક વર્ષો પસાર થયા બાદ હવે બ્રેકઅપ વિશે કરણ કહે છે, ‘હવે મને સમજાય છે. એ વખતે ‘જસ્સી જૈસી કોઈ નહીં’ શો અગત્યનો શો હતો. મોના એ વખતે નૅશનલ આઇકન હતી. તે તેની કરીઅરમાં આગળ વધી રહી હતી. એ વખતે તો મને સમજમાં ન આવ્યું, પરંતુ હવે મને સમજાય છે. આપણે જ્યારે એમ વિચારીએ કે સામેની વ્યક્તિ આપણી જેમ વિચારે ત્યારે તકલીફ ઊભી થાય છે. તમે જ્યારે યંગ હો તો આ વાત નથી સમજી શકતા. એથી એને તમે રિજેક્શન તરીકે લો છો. તેને કરીઅર પર ધ્યાન આપવું હતું. એમાં કાંઈ ખોટું નહોતું.’

