કરણ જોહરે રૉકી ઔર રાની કી પ્રેમ કહાની ફિલ્મમાંથી એક ખૂબ જ સુંદર સીન કાપી નાખ્યો છે જે તેણે આજે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શૅર કર્યો છે તેના પર ચાહકોએ પ્રતિક્રિયા આપી છે, જાણો શું કહ્યું?

તસવીર સૌજન્ય મિડ-ડે
કરણ જોહરે 7 વર્ષ બાદ `રૉકી ઔર રાની` સાથે ડિરેક્ટર તરીકે મોટા પડદા પર કમબૅક કર્યું છે. કરણની આ ફિલ્મ હિટ સાબિત થઈ છે. ફિલ્મમાં ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી લીડ રોલમાં છે.
Rocky aur Rani Ki Prem Kahani: રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ `રૉકી ઔર રાની કી પ્રેમ કહાની`ને દર્શકોએ ખૂબ જ પ્રેમ આપ્યો. કરણ જોહરે 7 વર્ષ બાદ આ ફિલ્મ દ્વારા એક ડિરેક્ટર તરીકે કમબૅક કર્યં છે. કરણ જોહરની આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર હિટ સાબિત થઈ છે. ફિલ્મમાં ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી જેવા દિગ્ગજ કલાકારો પણ લીડ રોલમાં જોવા મળ્યા છે. તો મોટા પડદા પર ધમાલ મચાવ્યા બાદ હવે આ મલ્ટીસ્ટારર ફિલ્મ ઓટીટી પ્લેટફૉર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. પણ આ દરમિયાન હવે ચાહકો એકવાતથી ખૂબ જ નારાજ છે.
ફિલ્મમાંથી ડિલીટ કરવામાં આવ્યો આ સીન
હકીકતે, ફિલ્મમાંથી આલિયા અને રણવીર સિંહનો એક ખાસ સીન એડિટ કરીને કાઢી નાખવામાં આવ્યો છે. આ સીનને હવે કરણ જોહરે શૅર કર્યો છે, જેને જોયા બાદ ચાહકો પોતાની નારાજગી વ્યક્ત કરી છે. લગભગ દસ મિનિટના આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બન્ને એક-બીજાથી નારાજ છે, પણ બન્ને પોતાની વચ્ચેના પ્રેમને છુપાવી પણ નથી શકતા.
View this post on Instagram
આલિયાના પગ પકડીને રડતો જોવા મળ્યો રણવીર સિંહ
કરણ જોહરના આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આલિયા પોતાના રૂમમાં સૂઈ રહી છે ત્યારે જ રણવીર બાલકનીમાંથી તેને કૉલ કરે છે. પછી તે આલિયાના રૂમમાં જાય છે. આ દરમિયાન એક્ટ્રેસ તેનાથી ખૂબ જ નારાજ છે. એવામાં રણવીર સિંહ તેના પગ પકડી લે છે અને પોતાના મનની વાત રજૂ કરતા રડવા માંડે છે. રૉકીના આંસૂ જોઈને રાની વધારે સમય સુધી પોતાને અટકાવી નથી શકતી અને ટૂંક સમયમાં જ આ ગુસ્સાવાળી મોમેન્ટ પ્રેમમાં પરિવર્તિત થઈ જાય છે. જણાવવાનું કે ફિલ્મમાંથી કપાયેલ આ સીન હવે તમે ઓટીટી પર જોઈ શકો છો.
ચાહકોએ કરણ જોહર સામે વ્યક્ત કરી નારાજગી
RARKPKમાંથી આલિયા અને રણવીર સિંહના આ સીનને કાઢી નાખવાથી ચાહકો ખૂબ જ નારાજ થયા છે. સોશિયલ મીડિયા પર યૂઝર્સ આ વાતને લઈને પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. એવામાં એક યૂઝરે લખ્યું, "આ સીન થિયેટરમાં બતાવવું જોઈતું હતું. આ ખરેખર ખૂબ જ સુંદર છે." તો બીજા એક યૂઝરે લખ્યું છે, "ખબર નહીં કેમ બેસ્ટ સીન્સ કાપી નાખવામાં આવે છે." જણાવવાનું કે `રૉકી ઔર રાની કી પ્રેમ કહાની`એ બૉક્સ ઑફિસ પર સારું પરફૉર્મ કરવાની સાથે વિશ્વ આખામાંથી 346 કરોડ રૂપિયાની કમાણી કરી.