કરણ જોહરે એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો કે અત્યારે ઍક્ટર્સ કરતાં આ એક્સપર્ટ્સ વધારે કમાણી કરે છે
કરણ જોહર બાળકો યશ અને રુહી સાથે
ફિલ્મમેકર કરણ જોહરે હાલમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે તેનાં બાળકો યશ અને રુહીને તે ઍક્ટર નહીં પણ મેકઅપ-આર્ટિસ્ટ અને હેર-સ્ટાઇલિસ્ટ બનાવવા ઇચ્છે છે, કારણ કે તેઓ રિયલ લાઇફમાં ઍક્ટર કરતાં વધારે કમાણી કરે છે.
કરણ જોહરે ઘણાં સ્ટાર સંતાનોને બૉલીવુડમાં લૉન્ચ કર્યાં છે, પણ દીકરા યશ અને દીકરી રુહીની કરીઅર વિશે વાત કરતાં તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘હું નથી ઇચ્છતો કે રુહી અને યશ ઍક્ટર બને. મારી ઇચ્છા છે કે તે બન્ને મેકઅપ-આર્ટિસ્ટ અને હેર-સ્ટાઇલિસ્ટ બને, કારણ કે આજકાલ મેકઅપ આર્ટિસ્ટ અને હેર-સ્ટાઇલિસ્ટ ઍક્ટરથી પણ વધુ પૈસા કમાય છે. દરેક સ્ટારના પોતાના પર્સનલ મેકઅપ-આર્ટિસ્ટ અને હેર-સ્ટાઇલિસ્ટ હોય છે જે કરોડમાં કમાણી કરે છે.’


