નંદિતા દાસ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ‘ઝ્વિગાટો’નું સપ્ટેમ્બરમાં ત્યાં કરવામાં આવશે પ્રીમિયર

કપિલ શર્મા
કપિલ શર્માની ‘ઝ્વિગાટો’ને ૪૭મા ટૉરોન્ટો ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં વર્લ્ડ પ્રીમિયર કરવામાં આવશે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ અને ડિરેક્શન નંદિતા દાસ દ્વારા કરવામાં આવી છે. આ ફિલ્મમાં કપિલ એક ફૂડ ડિલિવરી બૉય તરીકે જોવા મળશે. કપિલની પત્નીના પાત્રમાં શહાના ગોસ્વામી જોવા મળશે. તે એક હાઉસવાઇફ છે અને પહેલી વાર પોતાના પતિને તેની ઇન્કમમાં મદદ કરતી હોય છે. આ સ્ટોરી ઓડિશાની છે અને પૅન્ડેમિક બાદ સામાન્ય વ્યક્તિની લાઇફ પર કેવી અસર પડી છે એના પર છે. અપ્લૉઝ એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રેઝન્ટ કરવામાં આવી રહેલી ફિલ્મ વિશે વાત કરતાં નંદિતાએ કહ્યું કે ‘અમારી ‘ઝ્વિગાટો’ રેડી છે. આ નવા અર્બન ઇન્ડિયાની સ્ટોરી છે જેમાં આપણે આપણી પાસેની દરેક વસ્તુને નૉર્મલ બનાવી દીધી છે એના વિશે છે. સમીર નાયર ફિલ્મને પ્રોડ્યુસ કરવા પર્ફેક્ટ પાર્ટનર છે. ફિલ્મને બહુ જલદી ટૉરોન્ટો ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર કરવામાં આવશે. અંગત રીતે કહું તો મારા માટે આ ખૂબ મહત્ત્વનું છે, કારણ કે મેં ઍક્ટર અને ડિરેક્ટર બન્ને તરીકે ડેબ્યુ અહીં જ કર્યો હતો. આશા રાખું છું કે આ ફિલ્મની જે યુનિવર્સલ થીમ છે એ દરેકને પસંદ પડે.’