Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હવે સોમનાથના મંદિર પર બનશે બૉલિવૂડ ફિલ્મ, કનુ ચૌહાણ કરશે પ્રોડ્યુસ

હવે સોમનાથના મંદિર પર બનશે બૉલિવૂડ ફિલ્મ, કનુ ચૌહાણ કરશે પ્રોડ્યુસ

20 February, 2024 08:41 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Kanu Chauhan Film On Somnath Temple : હિંદુ બલિદાનની વાર્તા દર્શાવશે કનુ ચૌહાણની ફિલ્મ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે નિર્માતા કનુ ચૌહાણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે નિર્માતા કનુ ચૌહાણ


નિર્માતા કનુ ચૌહાણ (Kanu Chauhan) ઐતિહાસિક સોમનાથ મંદિર (Somnath Temple) પર આધારિત આગામી બહુભાષી ફિલ્મ માટે તૈયાર છે. કનુ ચૌહાણની આ ફિલ્મ (Kanu Chauhan Film On Somnath Temple) મંદિરને મુઘલ આક્રમણોથી બચાવવા માટે હિંદુ બલિદાનની સાચી વાર્તાનું કરશે વર્ણન.


જાણીતા નિર્માતા કનુ ચૌહાણે સોમનાથ મંદિર પર આધારિત ફિલ્મ (Kanu Chauhan Film On Somnath Temple)ની સમગ્ર ભારતમાં અને વૈશ્વિક રિલીઝનું આયોજન કર્યું છે, જે બહુભાષી હશે જેથી ફિલ્મ મહત્તમ લોકો સુધી પહોંચી શકે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત હશે જેમાં હિંદુઓએ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરને મુઘલોના નરસંહાર અને જુલમથી બચાવવા માટે આપેલા બલિદાનને દર્શાવવામાં આવશે, જેમણે ભારત પર આક્રમણ કર્યું અને મંદિરોને મસ્જિદમાં ફેરવી દીધા.



સોમનાથ મંદિર પર આધારિત કનુ ચૌહાણની આગામી ફિલ્મ વિશે હજી વધુ માહિતી નથી. પરંતુ આ ફિલ્મના યુનિટની નજીકના સૂત્રો જણાવે છે કે, આ ફિલ્મ પૂર્ણ થવાના આરે છે. આ ફિલ્મ એક મલ્ટી-સ્ટારર ફિલ્મ છે. ફિલ્મમાં કોણ છે અને કયા એક્ટર્સ કયુ પાત્ર ભજવશે તે બધી માહિતી ખુબ જ ગુપ્ત રાખવામાં આવી છે. જોકે, આવનારા દિવસોમાં પાત્રનો દેખાવ અને વાર્તા વિશે વિગતો બહુ જલ્દી બહાર પાડવામાં આવશે તેમ સૂત્રો જણાવે છે.


સૂત્રોનું કહેવું છે કે, બૉલીવુડના ઇતિહાસમાં પહેલીવાર એક સાચી વાર્તા ફિલ્માવવામાં આવી રહી છે જેમાં હિંદુઓએ આક્રમણ કરનારા સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર (Kanu Chauhan Film On Somnath Temple)ને બચાવવા માટે આપેલા બલિદાનને દર્શાવવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, કનુભાઈ ચૌહાણ ભારતીય સિનેમાનું એક જાણીતું નામ છે. આ ઇન્ડસ્ટ્રીમાં તેમની કારકિર્દી ત્રણ દાયકાથી વધુ લાંબી છે. કનુભાઈએ ઋષિ કપૂર (Rishi Kapoor), રાજ બબ્બર (Raj Babbar), જીતેન્દ્ર (Jeetendra), કાદર ખાન (Kadar Khan), જુહી ચાવલા (Juhi Chawla) અને આયેશા ઝુલ્કા (Ayesha Jhulka) જેવા કલાકારો સાથે બે બોલિવૂડ ફિલ્મો અને એક પ્રાદેશિક ફિલ્મ પણ બનાવી છે. જેનું નામ જાયદાદ (Jaaydad), ઘર કી ઈઝ્ઝત (Ghar Ki Izzat)અને પિયો ગયો પરદેશ (Piyo Gayo Pardesh) છે. હવે પ્રોડ્યુસર કનુ ચૌહાણ, ચૌહાણ પ્રોડક્શન્સ (Chauhan Productions)ના બેનર હેઠળ, હિન્દી ફિલ્મના નિર્માતા અને સહ-નિર્દેશક તરીકે તેમના આગામી પ્રોજેક્ટ સાથે બોલિવૂડમાં પાછા ફર્યા છે.


તમને જણાવી દઈએ કે, કનુભાઈ ચૌહાણ એક કોમ્યુનિટી લીડર પણ છે. કનુભાઈ ચૌહાણ અમેરિકામાં ફેડરેશન ઑફ ધ ઈન્ડિયન એસોસિએશનના પ્રમુખ તરીકે બે વાર ચૂંટાઈ આવ્યા હતા. તેમણે FIAના ટ્રસ્ટી બોર્ડમાં પણ સેવા આપી હતી અને તેઓ જેક્સન હાઈટ્સ, ન્યૂયોર્કના ઈન્ડિયન મર્ચન્ટ એસોસિએશનના અધ્યક્ષ છે.

Whatsapp-channel Whatsapp-channel

20 February, 2024 08:41 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK