દિલ્હીમાં ભારત સરકારે AI ટેક્નૉલૉજી દ્વારા ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની પ્રતિમા બનાવી છે. તેમની સામે બેસીને કંગના રનોટે ફોટો શૅર કર્યો છે.
કંગના રણોત ઇન્દિરા ગાંધી ના ઍ આઇ મોડેલ સાથે
દિલ્હીમાં ભારત સરકારે AI ટેક્નૉલૉજી દ્વારા ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની પ્રતિમા બનાવી છે. તેમની સામે બેસીને કંગના રનોટે ફોટો શૅર કર્યો છે. પ્રધાનમંત્રી સંગ્રહાલયમાં લાઇટ અને સાઉન્ડવાળા ‘વીરાંગનાઓં કી મહાગાથા’ નામના શોની શરૂઆત કરવામાં આવી છે. એ શો દ્વારા આપણા ગૌરવશાળી ઇતિહાસ પર પ્રકાશ પાડવામાં આવશે. એના કેટલાક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કંગનાએ કૅપ્શન આપી હતી, ‘દિલ્હીમાં લાઇટ અને સાઉન્ડવાળો ‘વીરાંગનાઓં કી મહાગાથા’ નામનો શો લૉન્ચ કરવામાં આવ્યો છે. આપણાં ઇતિહાસ અને શક્તિ ફરીથી જોવા મળશે. ઇતિહાસના અનેક કિસ્સાઓને મેં મારી આંખ સામે કોઈ જૂની રીતથી તો કોઈ નવી ટેક્નિક દ્વારા જોયા હતા. દરેકે અહીંની મુલાકાત લેવી જોઈએ. ફૅમિલી સાથે મુલાકાત લેવી જોઈએ. ત્યાં ઘણુંબધું જોવા જેવું છે. તમને માહિતી મળવાની સાથે જ મનોરંજન પણ મળશે અને છેલ્લે આકર્ષક લાઇટ અને સાઉન્ડ શોમાં આપણા જાંબાઝ સૈનિકોના ત્યાગને જોવાની તક મળશે. હું અહીં મારા ભાણેજ પૃથ્વીને લાવવા માટે આતુર છું. જય હિન્દ.’


