તેનું કહેવું છે કે મને ભારત બોલવાનું સારું લાગે છે, પરંતુ જો ઇન્ડિયા બોલાઈ જાય તો નફરત ન કરતા, કેમ કે એ પણ આપણો ભૂતકાળ છે.
કંગના રનોટ
કંગના રનોટે ‘ભારત વર્સસ ઇન્ડિયા’ ડિબેટમાં ઝંપલાવ્યુ છે. તેનું કહેવું છે કે મને ભારત બોલવાનું સારું લાગે છે, પરંતુ જો ઇન્ડિયા બોલાઈ જાય તો નફરત ન કરતા, કેમ કે એ પણ આપણો ભૂતકાળ છે. તેનું એમ પણ કહેવું છે કે આપણો દેશ લોકશાહીવાળો છે એથી કોઈને એને માટે વાંધો ન હોવો જોઈએ. એ વિશે કંગના રનોટે કહ્યું કે ‘હું કોઈ પણ લુક અપનાવું, પણ ઇન્ડિયન દેખાવા માગું છું. એટલા માટે, કેમ કે આપણા દેશને ગરીબ દેશ ગણવામાં આવતો હતો. હવે મને આપણી પરંપરા પર ગર્વ થાય છે અને સાડી પહેરવાનું પણ ગમે છે, એથી તમે જ્યારે તમારી સંસ્કૃતિનું મહત્ત્વ સમજો છો તો તમે એને હરખથી અપનાવો છો. આપણો દેશ વિકાસ પામી રહ્યો છે જેના અંતર્ગત લોકો જે ચાહે એ બનવાની આઝાદી ધરાવે છે. તમે કોઈના પર કોઈ વસ્તુ થોપી ન શકો. ભારત કહેવામાં ફીલ આવે છે, પરંતુ કેટલીક વખત એવું પણ બને છે કે મારી જબાન લપસી જતાં હું ઇન્ડિયા બોલી જાઉં છું. એટલે મને નફરત ન કરતા, કેમ કે એ પણ આપણો ભૂતકાળ રહ્યો છે.’


