તેનું કહેવું છે કે ફિલ્મમાં કૉન્ગ્રેસને ખરાબ રીતે નથી દેખાડવામાં આવી
ફાઇલ તસવીર
કંગના રનોટે પ્રોડ્યુસ કરેલી આગામી ફિલ્મ ‘ઇમર્જન્સી’માં કૉન્ગ્રેસને નીચી દેખાડવાનો પ્રયાસ નથી કર્યો એવુ તેણે જણાવ્યુ છે. આ ફિલ્મમાં તે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના રોલમાં દેખાવાની છે. તેણે આ ફિલ્મને ડિરેક્ટ પણ કરી છે. આ ફિલ્મ દેશમાં લાગેલી ઇમર્જન્સીના કાળા ઇતિહાસ પર પ્રકાશ પાડશે. આ ફિલ્મ આ વર્ષે ચોવીસ નવેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં તેની સાથે સ્વર્ગીય સતીશ કૌશિક, અનુપમ ખેર, શ્રેયસ તલપડે, મિલિંદ સોમણ અને મહિમા ચૌધરી પણ લીડ રોલમાં દેખાવાનાં છે. કંગનાની આ ફિલ્મને લઈને એવા આરોપ મૂકવામાં આવ્યા હતા કે ફિલ્મમાં કૉન્ગ્રેસને ખરાબ રીતે દેખાડવામાં આવશે. એક ન્યુઝ વેબસાઇટને તેણે આપેલા ઇન્ટરવ્યુને કંગનાએ ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યો હતો. એમાં લખ્યું કે ‘કંગના રનોટે ચોખવટ કરી કે ‘ઇમર્જન્સી’માં કૉન્ગ્રેસને હલકી નથી દેખાડવામાં આવી ન તો આ ફિલ્મને ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી સાથે કોઈ લેવાદેવા છે. આ ફિલ્મ ઇન્દિરા ગાંધીને સમર્પિત છે.’


