કંગનાએ ખુલાસો કર્યો કે ફિલ્મમાં પ્રિયંકા ચોપડાએ કરેલું ગીત પહેલાં તેમને ઑફર કરવામાં આવ્યું હતું
કંગના રનૌતની ફાઇલ તસવીર
કંગના રનૌત પોતાની વાત બેધડક અને સ્પષ્ટ રીતે કરવા માટે જાણીતી છે. હાલમાં તેણે ખુલાસો કર્યો છે કે તેણે પોતાની કરીઅરમાં મોટા-મોટા ફિલ્મમેકર્સ અને ઍક્ટરના પ્રોજેક્ટને રોલ પસંદ ન આવવાના કારણે ના પાડી દીધી છે અને એમાં સંજય લીલા ભણસાલી પણ સામેલ છે.

ADVERTISEMENT
કંગનાએ જણાવ્યું હતું કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને લીડ રોલમાં ચમકાવતી ૨૦૧૩માં રિલીઝ થયેલી ‘રામલીલા’માં તેને આઇટમ-સૉન્ગ ઑફર કરવામાં આવ્યું હતું, પણ તેણે એ ઑફર ઠુકરાવી દીધી હતી. આ ઘટનાક્રમ વિશે વાત કરતાં કંગનાએ કહ્યું, ‘સંજય લીલા ભણસાલીએ મને આઇટમ-સૉન્ગ માટે કહ્યું હતું, પણ મેં તેમને સ્પષ્ટ કહ્યું કે હું આ પ્રકારનું કામ કરવા માગતી નથી. મારા આ નિર્ણયથી સંજય લીલા ભણસાલી ખાસ ખુશ નહોતા. પછી આ ગીત પ્રિયંકા ચોપડાએ કર્યું હતું. આ પછી મેં ‘પદ્માવત’માં કામ કરવાની પણ ના પાડી દીધી હતી, કારણ કે દીપિકા પાદુકોણે ભજવેલો રોલ મને ખાસ પસંદ પડ્યો નહોતો.’
