કંગના રનોટે હાલમાં જ પંજાબી-કૅનેડિયન રૅપર શુભનો ઊધડો લીધો છે. શુભ એક કૉન્સર્ટમાં તેના હૂડીને લોકોને દેખાડી રહ્યો હતો.
ઇન્દિરા ગાંધીના અસેસિનેશનને સેલિબ્રેટ કરતાં રૅપર શુભ પર ભડકી કંગના રનોટ
કંગના રનોટે હાલમાં જ પંજાબી-કૅનેડિયન રૅપર શુભનો ઊધડો લીધો છે. શુભ એક કૉન્સર્ટમાં તેના હૂડીને લોકોને દેખાડી રહ્યો હતો. આ હૂડી પર ભૂતપૂર્વ પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધીના બૉડીગાર્ડ દ્વારા કરવામાં આવેલા તેમના અસેસિનેશનની પ્રિન્ટ બનાવવામાં આવી હતી. શુભ થોડા સમય પહેલાં જ કન્ટ્રોવર્સીનો ભોગ બન્યો હતો. ઇન્ડિયામાં તેની જે કૉન્સર્ટ હતી એને કૅન્સલ કરવામાં આવી હતી, કારણ કે તેણે ઇન્ડિયાનો ખોટો નકશો શૅર કર્યો હતો. તે ફરી એક વાર કન્ટ્રોવર્સીનો શિકાર બન્યો છે. આ વખતે તેણે ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટરના અસેસિનેશનનું અપમાન કર્યું છે. શુભ વારંવાર ઇન્ડિયા વિરુદ્ધ પ્રદર્શન અને કમેન્ટ કરતો રહે છે. એક ફૅન દ્વારા આ વિડિયો અપલોડ કરીને કહેવામાં આવ્યું છે કે તે લંડનની કૉન્સર્ટમાં ઇન્દિરા ગાંધીના અસેસિનેશનનું અપમાન કરી રહ્યો હતો. આ વિડિયો કંગનાના ધ્યાનમાં આવતાં તેણે કમેન્ટ કરી હતી કે ‘એક વૃદ્ધ મહિલાના રક્ષણ માટે જેને પસંદ કરવામાં આવ્યા હતા તેમણે જ કાયરની જેમ તેમનું મર્ડર કર્યું હતું અને એને હવે સેલિબ્રેટ કરવામાં આવી રહ્યું છે. તમારા પર જ્યારે વિશ્વાસ કરવામાં આવે અને તમે એ વિશ્વાસનો દુરુપયોગ કરો અને જે-તે વ્યક્તિને મૃત્યુને ઘાટ પહોંચાડો ત્યારે એ ખૂબ જ કાયરતાવાળું અને શરમજનક કહેવાય છે. એમાં કોઈ બહાદુરી નથી. એ મહિલા પાસે કોઈ હથિયાર નહોતું અને તેને એ વાતની જાણ પણ નહોતી અને તેના પર કાયર લોકોએ હુમલો કર્યો એ ખૂબ જ શરમની વાત છે. આ એક એવી મહિલા હતી જેને ડેમોક્રેસીને ચલાવવા માટે પસંદ કરવામાં આવી હતી. તેમના અસૅસિનેશનને ગ્લૉરિફાઇ કરવા જેવું કંઈ નથી શુભમજી. શરમની વાત છે આ તારા માટે.’


