આ પાછળનું કારણ ફિલ્મ પર વધુ સારી રીતે કામ થઈ શકે એ માટે જણાવવામાં આવ્યું હતું. જોકે હવે એ પાછળનું કારણ ફિલ્મના શૂટિંગના શૉટ્સ ગાયબ થઈ ગયા હોવાનું બહાર આવી રહ્યું છે.
કંગના રનોટ
કંગના રનોટ અને રાઘવ લૉરેન્સની ‘ચંદ્રમુખી 2’ના ઘણા શૉટ્સ અચાનક ગાયબ થઈ ગયા છે. આ ફિલ્મને ડિલે કરવામાં આવી છે. આ પાછળનું કારણ ફિલ્મ પર વધુ સારી રીતે કામ થઈ શકે એ માટે જણાવવામાં આવ્યું હતું. જોકે હવે એ પાછળનું કારણ ફિલ્મના શૂટિંગના શૉટ્સ ગાયબ થઈ ગયા હોવાનું બહાર આવી રહ્યું છે. આ ફિલ્મ ૨૮ સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી. જોકે એને લંબાવવામાં આવી હતી. ફિલ્મમેકર પી. વાસુએ કહ્યું છે કે આ ફિલ્મના ૪૫૦ શૉટ્સ મિસિંગ થઈ ગયા છે. આ ફિલ્મના ૧૫૦ ટેક્નિશ્યન આ શૂટિંગના શૉટ્સને રિકવર કરવાની કોશિશ કરી રહ્યા હતા અને ઘણા દિવસની મહેનત બાદ એને રિકવર કરવામાં આવ્યા છે. આ શૉટ્સ મળ્યા બાદ એનું પોસ્ટ-પ્રોડક્શનનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને એ જ કારણ છે કે શૉટ્સ મિસિંગ હોવાથી બધી પ્રોસેસમાં વાર લાગી હતી. આ ફિલ્મમાં કંગનાના કામનાં ખૂબ જ વખાણ કરવામાં આવી રહ્યાં છે. આ એક હૉરર ઍક્શન-ડ્રામા છે.


