કાજોલનું ફોટોગ્રાફરો સાથેનું ખરાબ વર્તન જોઈને લોકો તેને જુનિયર જયા બચ્ચન કહેવા માંડ્યા છે
કાજોલ
હાલમાં મુંબઈમાં અક્ષયકુમારની ફિલ્મ ‘કેસરી : ચૅપ્ટર 2’નું સ્ક્રીનિંગ યોજાયું હતું. આ સ્ક્રીનિંગમાં બૉલીવુડના મોટા-મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. આ સ્ક્રીનિંગનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં કાજોલનું વર્તન ચર્ચાસ્પદ બન્યું છે. આ વાઇરલ વિડિયોમાં કાજોલ રેડ કાર્પેટ પર અનન્યા સાથે વાત કરી રહી હોય છે ત્યારે ફોટોગ્રાફર્સ કાજોલના નામની બૂમ પાડે છે. એ સાંભળીને અનન્યા તો જતી રહે છે, પણ કાજોલ તેમના પર ગુસ્સે થઈ જાય છે અને કહે છે, શાંત થઈ જાઓ.
આ વિડિયો વાઇરલ થતાં લોકો કાજોલને ટ્રોલ કરી રહ્યા છે અને તેની સરખામણી જયા બચ્ચન સાથે કરીને તેને જુનિયર જયા બચ્ચન કહી રહ્યા છે, કારણ કે જયા બચ્ચન પણ ફોટોગ્રાફર્સને જોઈને ચિડાઈ જાય છે અને તેમની સાથે ખરાબ વર્તન કરી બેસે છે.


