જ્યોતિકા સાઉથના સ્ટાર સૂરિયાની પત્ની છે અને સાથે મળીને તેઓ અક્ષયકુમારની ફિલ્મ ‘સરફિરા’ને પ્રોડ્યુસ કરી રહ્યાં છે.
જ્યોતિકાની તસવીર
જ્યોતિકાએ ૧૯૯૭માં આવેલી ‘ડોલી સજાકે રખના’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. એ ફિલ્મ બાદ તેને હિન્દી ફિલ્મોની કોઈ ઑફર નહોતી મળી અને તેને સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી ફિલ્મોની ઑફર્સ મળવા લાગી હતી. ૨૭ વર્ષ બાદ તેને અજય દેવગનની સાઇકોલૉજિકલ-હૉરર ફિલ્મ ‘શૈતાન’ની ઑફર મળી. આ ફિલ્મ દ્વારા તેણે બૉલીવુડમાં કમબૅક કર્યું છે. સાથે જ રાજકુમાર રાવ સાથેની તેની ફિલ્મ ‘શ્રીકાંત’ આજે રિલીઝ થઈ રહી છે. ૨૭ વર્ષ બાદ બૉલીવુડમાં કમબૅક કરવા વિશે જ્યોતિકા કહે છે, ‘મને હિન્દી ફિલ્મોની એક પણ ઑફર નહોતી મળી રહી. એથી ૨૭ વર્ષ પહેલાં જ હું સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કરવા લાગી. મારી પહેલી હિન્દી ફિલ્મ સારી નહોતી ચાલી. તમારી પહેલી ફિલ્મ સફળ થાય એ ખૂબ જરૂરી છે. એના આધારે તમને ઑફર્સ મળે છે. મારી આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર સફળ નહોતી થઈ, પરંતુ મારા પર્ફોર્મન્સના આધારે સાઉથમાંથી મને ઘણી ઑફર્સ મળવા માંડી. બૉલીવુડના લોકો એમ માનતા હતા કે હું સાઉથ ઇન્ડિયન છું અને મારે હિન્દી ફિલ્મોમાં કામ નથી કરવું. મારી આ જર્ની માટે હું આભારી છું. મેં ત્યાં ખૂબ સારું કામ કર્યું છે. એવું નથી કે હિન્દી ફિલ્મોમાં કામ કરવાની મારી ઇચ્છા નહોતી. આ તો ઘણાં વર્ષોથી મને કોઈ સ્ક્રિપ્ટ ઑફર નહોતી કરવામાં આવી.’
જ્યોતિકા સાઉથના સ્ટાર સૂરિયાની પત્ની છે અને સાથે મળીને તેઓ અક્ષયકુમારની ફિલ્મ ‘સરફિરા’ને પ્રોડ્યુસ કરી રહ્યાં છે.

