Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હનુમાન અંશથી લોકપ્રિય થયેલા સુનીલ લોધીનું જુબિન નૌટિયાલને મળવાનું સપનું થયું પૂરું

હનુમાન અંશથી લોકપ્રિય થયેલા સુનીલ લોધીનું જુબિન નૌટિયાલને મળવાનું સપનું થયું પૂરું

Published : 17 September, 2026 07:20 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મમાં ‘મૈંને તેરે હી ભરોસે હનુમાન’ ગાઈને રાતોરાત ખ્યાતિ મેળવનારા આ જોઈ ન શકતા ગાયકનું જીવન જ બદલાઈ ગયું છે

જુબિન નૌટિયાલ

જુબિન નૌટિયાલ


નીમ કરોલી બાબા પર આધારિત ફિલ્મ ‘હનુમાન અંશ’ ફિલ્મે તેની સાથે જોડાયેલા લોકોને પણ સારી એવી લોકપ્રિયતા અપાવી છે. ફિલ્મમાં હનુમાન ભજન ‘મૈંને તેરે હી ભરોસે હનુમાન’ ગાઈને રાતોરાત ખ્યાતિ મેળવનારા જોઈ ન શકતા ગાયક સુનીલ લોધીનું જીવન પણ ફિલ્મ બાદ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. 
બુંદેલખંડના ગાયક સુનીલ લોધીનું વર્ષો જૂનું સપનું જાણીતા ગાયક જુબિન નૌટિયાલને મળવાનું અને તેની સાથે સ્ટેજ પર ભજન ગાવાનું હતું. ફિલ્મને મળેલી અપાર સફળતા બાદ સુનીલે અનેક ઇન્ટરવ્યુમાં પોતાની આ દિલની ઇચ્છા વ્યક્ત કરી હતી અને હવે સુનીલનું અશક્ય લાગતું આ સપનું સાકાર થઈ ગયું છે.
હાલમાં અંધેરીમાં એક લાઇવ ઇવેન્ટમાં સુનીલ લોધી પોતાનું ગીત રજૂ કરી રહ્યો હતો ત્યારે જુબિન નૌટિયાલ કોઈ પણ આગોતરી જાણ કર્યા વિના સરપ્રાઇઝ આપીને સ્ટેજ પર પહોંચી ગયો હતો. જુબિન સ્ટેજ પર આવતાં જ લોકોએ તાળીઓના ગડગડાટથી તેનું સ્વાગત કર્યું હતું. જુબિને પછી સુનીલને ભેટીને તેના હાલચાલ પૂછ્યા હતા. આ ભાવુક ક્ષણ સુનીલ માટે કોઈ ચમત્કારથી ઓછી નહોતી.
મુલાકાત બાદ જુબિન અને સુનીલે સાથે મળીને ‘પતા નહીં કિસ મોડ પે આકર નારાયણ મિલ જાએંગે’ ભજન ગાયું હતું. તેમના આ પર્ફોર્મન્સે ત્યાં હાજર તમામ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જુબિને કાર્યક્રમ પૂર્ણ થયા પછી સુનીલને પર્સનલ કૉલ કરીને જાહેરાત કરી હતી કે તે ટૂંક સમયમાં જ સુનીલ સાથે એક ઑફિશ્યલ ગીત રેકૉર્ડ કરશે.


Whatsapp-channel Whatsapp-channel

17 September, 2026 07:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK